સરવટેની છ વિકેટને લીધે ગુજરાત માત્ર ૫૪ રનમાં ઑલઆઉટ થતાં વિદર્ભ વિજેતા

વિદર્ભના બોલર આદિત્ય સરવટે (જમણે)એ ગઈ કાલે પાંચ વિકેટ લીધી હતી.
રણજી ટ્રોફીના છઠ્ઠા રાઉન્ડમાં ચારદિવસીય મૅચના ગઈ કાલના ત્રીજા દિવસે અણધાર્યા અને ચોંકાવનારા વળાંકો આવ્યા હતા. દિલ્હીમાં દિલ્હીની ટીમ સીઝનની પ્રથમ જીત મેળવવાની તૈયારીમાં હોવાનું નકારી ન શકાય. મુંબઈ ૯૨ રનથી આગળ હતું, પરંતુ બીજા દાવમાં ૧૬૮ રનમાં એની ૯ વિકેટ પડી ચૂકી હોવાથી આજે દિલ્હીને જીતવા નાનો લક્ષ્યાંક મળવાની સંભાવના છે.
સરફરાઝ પહેલા બૉલમાં આઉટ
ADVERTISEMENT
પહેલા દાવમાં ૧૨૫ રન બનાવનાર સરફરાઝ ખાન ગઈ કાલે બીજી ઇનિંગ્સમાં પેસ બોલર દિવીજ મહેરા સામે પોતાના પહેલા જ બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. કૅપ્ટન અજિંક્ય રહાણેએ ૫૧ રન અને તનુશ કોટિયને અણનમ ૪૮ રન બનાવ્યા હતા.
મહેરાની ૨૯ રનમાં પાંચ વિકેટ
દિલ્હીના પેસ બોલર દિવીજ મહેરાએ ૨૯ રનમાં પાંચ વિકેટ લીધી હતી. તેણે સરફરાઝ ખાન ઉપરાંત પૃથ્વી શો (૧૬ રન), મુશીર ખાન (૫ રન), અરમાન જાફર (૧૦ રન) અને મોહિત અવસ્થી (૦)ની પણ વિકેટ લીધી હતી. દિલ્હીએ પ્રથમ દાવમાં ૩૬૯ રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : વૈભવ રાવલે દિલ્હીને મુંબઈ સામે અપાવી સરસાઈ
સ્પિનર્સ સામે ગુજરાત ઝૂક્યું
નાગપુરમાં વિદર્ભ સામે ગુજરાતની ટીમ ગઈ કાલે ૭૩ રનના ટાર્ગેટના જવાબમાં ફક્ત ૫૪ રનમાં ઑલઆઉટ થઈ હતી. બુધવારે એનો સ્કોર એક વિકેટે છ રન હતો અને બાકીના ૬૭ રન બનાવવાના હતા, પરંતુ ફક્ત ૪૮ રન બની શક્યા હતા અને વિદર્ભે ૧૮ રનથી વિજય મેળવી લીધો હતો. ગુજરાતના ૧૦ બૅટર્સનો સ્કોર સિંગલ ડિજિટમાં હતો. વિદર્ભના લેફ્ટ-આર્મ સ્પિનર આદિત્ય સરવટેએ ૧૭ રનમાં છ વિકેટ અને બીજા લેફ્ટ-આર્મ સ્પિનર હર્ષ દુબેએ ૧૧ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.
સાગર ઉદેશીની ૮ વિકેટ છતાં પૉન્ડિચેરી મુસીબતમાં
પૉન્ડિચેરી સામેની ચારદિવસીય મૅચમાં ગઈ કાલના ત્રીજા દિવસે ઝારખંડનો પ્રથમ દાવ ૪૧૨ રનમાં પૂરો થયો હતો. વિશેષતા એ હતી કે મૂળ મુંબઈના ભાટિયા સમાજના લેફ્ટ-આર્મ સ્પિનર સાગર ઉદેશીએ કરીઅર-બેસ્ટ પર્ફોર્મન્સમાં ૧૧૮ રનમાં ઝારખંડની આઠ વિકેટ લીધી હતી. જોકે પૉન્ડિચેરીની ટીમે બીજા દાવમાં ૮૯ રનમાં પાંચ વિકેટ ગુમાવી દેતાં હજી ૯૨ રનથી પાછળ હતી. દેહરાદૂનમાં બરોડાની ટીમ ઉત્તરાખંડના ૧૯૯ રન બાદ ગઈ કાલે બીજા દાવમાં ૭ વિકેટે ૩૩૬ રન બનાવીને સરસાઈ ઉતાર્યા બાદ ૨૨૩ રનથી આગળ હતી. રાજકોટમાં આંધ્રએ ૩૪૩ રનનો લક્ષ્યાંક આપ્યા બાદ સૌરાષ્ટ્રએ ૧૦ રનમાં એક વિકેટ ગુમાવી હતી.

