ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રૉયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીએ ૩૫ બૉલમાં સેન્ચુરી ફટકારીને IPLમાં ભારતીય તરીકે યુસુફ પઠાણ (૩૭ બૉલ)નો ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો ૧૫ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો.
હેડ કોચ રાહુલ દ્રવિડ
ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રૉયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીએ ૩૫ બૉલમાં સેન્ચુરી ફટકારીને IPLમાં ભારતીય તરીકે યુસુફ પઠાણ (૩૭ બૉલ)નો ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો ૧૫ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. સ્ટેડિયમમાં હરીફ ટીમના પ્લેયર્સ સહિત તમામ ક્રિકેટ-ફૅન્સે તેના માટે સ્ટૅડિંગ ઓવેશન આપીને તાળીઓ પાડી હતી. આ બધામાં રાજસ્થાન રૉયલ્સનો હેડ કોચ રાહુલ દ્રવિડ સૌથી વધારે ખુશ જોવા મળ્યો હતો. પગમાં ઇન્જરી હોવા છતાં તેણે જેમતેમ કરીને બન્ને પગે ઊભા રહીને પૅવિલિયનમાં વૈભવની સેન્ચુરીની ઉજવણી કરી હતી.
ગયા વર્ષે મેગા ઑક્શન પહેલાં રાજસ્થાન રૉયલ્સના બૅટિંગ કોચ વિક્રમ રાઠોડ અને ટીમ-મૅનેજમેન્ટના સભ્ય રોમી ભિંડર તેની પ્રતિભાથી પ્રભાવિત થયા હતા. તેમના દ્વારા તે પહેલી વાર રાહુલ દ્રવિડને મળ્યો હતો અને કોચિંગ પ્રાપ્ત કર્યું હતું. રાહુલે ૩૦ લાખની બેઝ પ્રાઇસ ધરાવતા આ પ્લેયરને ૧.૧૦ કરોડ રૂપિયામાં ખરીદીને તેને મેગા ઑક્શનનો યંગેસ્ટ કરોડપતિ બનાવી દીધો હતો.


