પાકિસ્તાનના પુર્વ ક્રિકેટરે કહ્યું હાર્દિક પંડ્યાને 2 અઠવાડીયા માટે આપો
પાકિસ્તાનનો પુર્વ ક્રિકેટર અબ્દુલ રઝાક
Mumbai : વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમ હાલ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઇન્ડિયા હજુ સુધી અજેય રહી છે. ટીમ ઇન્ડિયાના દરેક ખેલાડીઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે. ત્યારે ટીમમાં ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા મિડલ ઓર્ડરમાં મજબૂતી આપી રહ્યા છે. ટીમના સૌથી મોટા હિટર્સમાંથી એક પંડ્યાને ક્રિકેટ શિખવવા માટે પાકિસ્તાનના ક્રિકેટર અબ્દુલ રજાકે BCCI પાસે કામ માંગ્યુ છે.
ADVERTISEMENT
Abdul Razzaq "give me 2 weeks and I will make Hardik Pandya the world's best all-rounder" #Cricket pic.twitter.com/o3eIt69nfN
— Saj Sadiq (@Saj_PakPassion) June 27, 2019
પાકિસ્તાન પત્રકારે સાજ સાદિકે અબ્દુલ રજાકનો વીડિયો શેર કર્યો
વર્લ્ડ કપ 2019 દરમ્યાન પાકિસ્તાનના પત્રકાર સાજ સાદિકે રજાકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં રજાકે કહ્યું કે તેમને માત્ર 2 અઠવાડિયાનો સમય આપવામાં આવે, તે હાર્દિક પંડ્યાને દુનિયાના સૌથી શાનદાર ઓલરાઉન્ડર અને હિટર બનાવી દેશે. રજ્જાકે કહ્યું કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે રમાયેલી મેચમાં તેમને પ્રથમ વખત હાર્દિક પંડ્યાને રમતા જોયા અને તેમને ખુબ નજીકથી જોયુ કે પંડયામાં ખુબ નબળાઈઓ છે.
આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?
અબ્દુલ રજાકે વધુમાં કહ્યું કે જ્યારે હાર્દિક પંડયા હિટ કરતા હતા ત્યારે તેમની મુવમેન્ટ અને પગ સ્વિંગમાં, બોડી બેલેન્સમાં નબળાઈ જોવા મળી. જો હું તેમની સાથે દુબઈમાં 2 અઠવાડિયા કામ કરુ તો તે 2 અઠવાડિયામાં દુનિયાના સૌથી શાનદાર ઓલરાઉન્ડર બની શકે છે. તેણે જણાવ્યું હતું કે જો BCCI ઈચ્છે તો હાર્દિક પંડયામાં સુધારો કરવા માટે તૈયાર છુ અને હું 2 અઠવાડિયામાં સર્વશ્રેષ્ઠ ઓલ રાઉન્ડર બનાવી શકુ છુ. વેસ્ટ ઈન્ડિઝની સામે હાર્દિક પંડયાએ 38 બોલમાં 5 ફોરની સાથે 46 રન બનાવ્યા હતા. તેમની સ્ટ્રાઈક રેટ 121.05 હતી.