Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બવુમાને ૧૦૯ રન બદલ લીગની ટીમનું ડીલ મળ્યું

બવુમાને ૧૦૯ રન બદલ લીગની ટીમનું ડીલ મળ્યું

03 February, 2023 02:43 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગયા વર્ષે ‘એસએ૨૦’ના પ્લેયર્સ ઑક્શનમાં બવુમાને એકેય ફ્રૅન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર News In Short

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


બવુમાને ૧૦૯ રન બદલ લીગની ટીમનું ડીલ મળ્યું

મોટા ભાગે ક્રિકેટરોને પ્રોફેશનલ લીગમાંના સારા પર્ફોર્મન્સને પગલે ઇન્ટરનૅશનલ ટીમમાં સ્થાન મળતું હોય છે, પરંતુ સાઉથ આફ્રિકાના બૅટર ટેમ્બા બવુમાના કિસ્સામાં ઊલટું બન્યું છે. ગયા વર્ષે ‘એસએ૨૦’ના પ્લેયર્સ ઑક્શનમાં બવુમાને એકેય ફ્રૅન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો, પરંતુ તાજેતરમાં તેણે ઇંગ્લૅન્ડ સામેની બીજી વન-ડેમાં ૧૦૯ રન બનાવીને સાઉથ આફ્રિકાને સિરીઝ જિતાડી આપી એનાથી આકર્ષાઈને સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ ટીમે એસએ૨૦ માટે ખરીદી લીધો છે.



સંતોષ ટ્રોફીનો ૧૦મીથી ફાઇનલ રાઉન્ડ


ભારતીય ફુટબૉલની ટોચની ચૅમ્પિયનશિપ સંતોષ ટ્રોફીની ૭૬મી સીઝનનો ફાઇનલ રાઉન્ડ ૧૦ ફેબ્રુઆરીએ ભુવનેશ્વરમાં શરૂ થશે. આ નિર્ણાયક રાઉન્ડ માટે ક્વૉલિફાય થયેલી ૧૨ ટીમમાં મહારાષ્ટ્ર (ડિફેન્ડિંગ ચૅમ્પિયન), કેરલા, ગોવા, કર્ણાટક, ઓડિશા, પંજાબ, બેન્ગોલ, મેઘાલય, દિલ્હી, મણિપુર, રેલવે અને સર્વિસિસનો સમાવેશ છે. આ સ્પર્ધાની નૉકઆઉટ મૅચો સાઉદી અરેબિયામાં રમાશે.

ગલ્ફ જાયન્ટ્સની છેલ્લા બૉલે જીત, જૉર્ડન હીરો


અબુ ધાબીમાં બુધવારે ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦માં ગલ્ફ જાયન્ટ્સની ટીમે પોલાર્ડની એમઆઇ એમિરેટ્સ ટીમને હૅટમાયરની સિક્સરથી છેલ્લા બૉલે હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં ૧૨ પૉઇન્ટ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. બુધવારે ક્રિસ જૉર્ડનની ત્રણ વિકેટને કારણે એમઆઇની ટીમ ૧૩૯ રન સુધી સીમિત રહી હતી. ગલ્ફ જાયન્ટ્સે ઓપનર ટૉમ બૅન્ટનના ૪૫ રન બાદ ૨૦મી ઓવરના છેલ્લા બૉલે વિજય મેળવ્યો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2023 02:43 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK