Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News In Short: ફ્લિન્ટૉફ અકસ્માત બાદ હૉસ્પિટલમાં

News In Short: ફ્લિન્ટૉફ અકસ્માત બાદ હૉસ્પિટલમાં

15 December, 2022 12:13 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૫ વર્ષનો ફ્લિન્ટૉફ સરે કાઉન્ટીના ડન્સ્ફૉલ્ડ પાર્ક ઍરોડ્રોમ વિસ્તારમાં બરફથી છવાયેલા ભાગમાં શૂટિંગ કરી રહ્યો હતો

ઍન્ડ્ર‍્યુ ફ્લિન્ટૉફ

News In Short

ઍન્ડ્ર‍્યુ ફ્લિન્ટૉફ


ફ્લિન્ટૉફ અકસ્માત બાદ હૉસ્પિટલમાં

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઍન્ડ્ર‍્યુ ફ્લિન્ટૉફને બીબીસી પરના ‘ટૉપ ગિયર’ શો દરમ્યાન એક એપિસોડના શૂટિંગ દરમ્યાન કારઅકસ્માત નડતાં તેને તરત જ હવાઈ માર્ગે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ૪૫ વર્ષનો ફ્લિન્ટૉફ સરે કાઉન્ટીના ડન્સ્ફૉલ્ડ પાર્ક ઍરોડ્રોમ વિસ્તારમાં બરફથી છવાયેલા ભાગમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે ટેસ્ટ-ટ્રૅક પરના ઍક્સિડન્ટમાં તેને ઈજા પહોંચી હતી. તે આ ટ્રૅક પર તીવ્ર ઝડપે કાર નહોતો ચલાવી રહ્યો અને નૉર્મલ સ્પીડે જઈ રહ્યો હતો. 



‘આઉટસાઇડર્સ’ની બાબર સલાહ ન લે : શાહિદ આફ્રિદી


પાકિસ્તાન ૬૩ વર્ષમાં પહેલી વાર ઘરઆંગણે ઉપરાઉપરી ત્રણ ટેસ્ટ હાર્યું છે અને એને પગલે બાબર આઝમની કૅપ્ટન્સી થોડી ચર્ચાસ્પદ થઈ છે. ઑસ્ટ્રેલિયા સામેની હાર બાદ હવે ઇંગ્લૅન્ડ સામે બૅક-ટુ-બૅક ટેસ્ટમાં પરાજય થયો છે. બ્રિટિશરો સામેની બે ટેસ્ટમાં કૅપ્ટન તરીકેના બાબરના કેટલાક નિર્ણયોને શાહિદ આફ્રિદીએ વખોડ્યા છે અને ટીમના પ્લાનિંગ પ્રોસેસમાં સિનિયર ખેલાડીઓનાં મંતવ્યો લેવાને બદલે ‘આઉટસાઇડર્સ’ની સલાહ સાંભળવા બદલ બાબરની ટીકા કરી છે.

લબુશેનના કોહલી જેટલા કરીઅર-હાઈ ૯૩૭ પૉઇન્ટ


ઑસ્ટ્રેલિયાના બૅટર માર્નસ લબુશેને તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની બે ટેસ્ટમાં કુલ ૫૦૨ રન ફટકારી આઇસીસી ટેસ્ટ રૅન્કિંગમાં નંબર-વનનો રૅન્ક મેળવી લીધો ત્યાર બાદ નવો અહેવાલ આવ્યો છે કે તેણે ૯૩૭ રેટિંગ પૉઇન્ટ સાથે વિરાટ કોહલીની બરાબરી કરી છે. ૯૩૭ કોહલીના કરીઅર-બેસ્ટ પૉઇન્ટ છે અને હવે લબુશેન પણ એ ઊંચાઈ સુધી પહોંચી ગયો છે.

Whatsapp-channel Whatsapp-channel

15 December, 2022 12:13 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK