ગઈ કાલે ટી-બ્રેક વખતે ગ્લેમૉર્ગનનો પ્રથમ દાવનો સ્કોર ૮ વિકેટે ૪૬૯ રન હતો.

શુભમન ગિલ
શુભમન ગિલની સદી, કાઉન્ટી ટીમના બધા બોલર્સની ખબર લીધી
ઇંગ્લૅન્ડની કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં બે અઠવાડિયાં પહેલાં વુસેસ્ટરશર સામેની મૅચમાં ૯૨ રને આઉટ થઈ જતાં ૮ રન માટે સદી ચૂકી ગયા પછી હવે ગ્લેમૉર્ગનનો શુભમન ગિલ સસેક્સ સામે સદી ફટકારવામાં સફળ થયો છે. તેણે ૧૩૯ બૉલમાં બે સિક્સર અને સોળ ફોરની મદદથી ૧૧૯ રન બનાવ્યા હતા. સસેક્સ વતી કુલ આઠ બોલરે બોલિંગ કરી હતી. ગઈ કાલે ટી-બ્રેક વખતે ગ્લેમૉર્ગનનો પ્રથમ દાવનો સ્કોર ૮ વિકેટે ૪૬૯ રન હતો.
પઠાણબંધુઓ ભીલવાડાની ટીમને ન જિતાડી શક્યા
કટકમાં સોમવારે લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી)ની રોમાંચક મૅચમાં મણિપાલ ટાઇગર્સ સામે યુસુફ પઠાણ (૪૨ રન, ૨૧ બૉલ, ચાર સિક્સર, બે ફોર) અને તેનો નાનો ભાઈ તથા ટીમનો કૅપ્ટન ઇરફાન પઠાણ (૨૩ રન, ૧૪ બૉલ, બે સિક્સર, બે ફોર) ભીલવાડા કિંગ્સની ટીમને જીત નહોતા અપાવી શક્યા. તેમની વચ્ચે ૪૧ રનની ભાગીદારી થઈ હતી. ભીલવાડાએ ૨૦ ઓવરમાં ૧૭૬ રનના લક્ષ્યાંક સામે ૯ વિકેટે ૧૭૨ રન બનાવ્યા હતા અને હરભજન સિંહના સુકાનમાં મણિપાલ ટાઇગર્સની ૩ રનથી જીત થઈ હતી. દિલહારા ફર્નાન્ડોએ ચાર તેમ જ ભજ્જી અને પરવિન્દર અવાનાએ બે-બે તેમ જ મુરલીધરને એક વિકેટ લીધી હતી.
થાઇલૅન્ડની સ્પિનરને બોલિંગ કરવાની મનાઈ
થાઇલૅન્ડની ૨૩ વર્ષની ઑફ-સ્પિનર રોઝનૅન કેનોહની બોલિંગ-ઍક્શન આઇસીસીના નિયમની બહાર હોવાથી તેને પૅનલે તાત્કાલિક અમલમાં આવે એ રીતે બોલિંગ કરવાની મનાઈ કરી દીધી છે. બંગલાદેશ સામેની તાજેતરની મૅચ દરમ્યાન અમ્પાયર્સને તેની બોલિંગ-ઍક્શન ક્રિકેટની દૃષ્ટિએ ગેરકાનૂની હોવાનું જણાયું હતું.