નતાશા સ્ટેન્કોવિક અને હાર્દિક પંડ્યાએ લગ્નના ફંક્શન પહેલાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે જેના પર ચાહકો રસપ્રદ રિએક્શન આવી રહ્યા છે.
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેન્કોવિકની ફાઈલ તસવીર
નતાશા સ્ટેન્કોવિક અને હાર્દિક પંડ્યાએ લગ્નના ફંક્શન પહેલાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે જેના પર ચાહકો રસપ્રદ રિએક્શન આવી રહ્યા છે.
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને એક્ટ્રેસ નતાશા સ્ટેન્કોવિકે પોતાના લગ્નની વિધિઓ ધૂમધામથી ઉજવી. હાર્દિક અને નતાશાએ ઈસાઈ અને હિંદૂ રીતિ-રિવાજમાં લગ્ન કર્યાં હતાં. જો કે, બન્નેનાં લગ્ન 2020માં થયાં હતાં. તે સમયે લગ્ન ખૂબ જ સાદગીથી કરવામાં આવ્યાં હતાં, આથી તાજેતરમાં જ બન્નેએ લગ્નની વિધિઓ ધૂમધામથી ઉજવી. આ ફેમસ કપલે પોતાના લગ્નની તસવીરો સતત સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યું છે. નતાશા સ્ટેન્કોવિકે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીરો શૅર કરી છે, આ તસવીરો પર ફેન્સના ખૂબ જ રસપ્રદ કોમેન્ટ કરી રહ્યા છે.
ADVERTISEMENT
View this post on Instagram
નતાશા સ્ટેન્કોવિકે પતિ હાર્દિક પંડ્યા અને દીકરા સાથે તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં કપલ ખૂબ જ રોમાન્ટિક પણ દેખાય છે. નતાશાએ આ તસવીરો શૅર કરતા લખ્યું છે, "પ્રેમમાં જીવો". આ તસવીરોને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને આ લગભગ 14 લાખ લાઈક્સ પણ આવી ગયા છે. આ રીતે નતાશા અને હાર્દિકની તસવીરો ચર્ચાનો વિષય બની રહી છે.
આ પણ વાંચો : હાર્દિક હવે ઓડીઆઇ કૅપ્ટન્સીનો પણ અનુભવ મેળવશે
આ કપલ જેટલું સુંદર આ તસવીરોમાં દેખાય છે તેટલી જ રસપ્રદ કોમેન્ટ્સ ચાહકો દ્વારા તેમની તસવીરો પર કરવામાં આવી રહી છે. એક ચાહકે આ તસવીરની મશ્કરી કરતા કહ્યું છે, "અહીં સલમાન ભાઈનાં એક નથી થતાં, ભાઈએ તો એક સાથે જ ત્રણ-ચાર વાર કરી લીધાં." તો એક શખ્સે કોમેન્ટ કરીને લખ્યું છે, "ભાઈ આ તું ગિફ્ટ્સ માટે કરી રહ્યો છે. કે એલ રાહુલને જે ગિફ્ટ આવ્યા છે." તો અનેક લોકોને હાર્દિક પંડ્યાનો કુર્તો પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ પ્રકારની તસવીરો ખૂબ જ લોકપ્રિય બને છે.


