બંગલાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનનું IPLમાં દિલ્હી કૅપિટલ્સ માટે રમવું શંકાસ્પદ. તેને બંગલાદેશ ક્રિકેટ બોર્ડ તરફથી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યું ન હોવાથી તેની IPLમાં ભાગીદારી શંકાસ્પદ છે.
મુસ્તફિઝુર રહમાન
દિલ્હી કૅપિટલ્સે પોતાનો બૅટર જૅક ફ્રેસર મૅકગર્કના સ્થાને બાકીની મૅચો માટે બંગલાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને (૬ કરોડ રૂપિયા)માં ખરીદ્યો છે, પરંતુ તેને બંગલાદેશ ક્રિકેટ બોર્ડ તરફથી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યું ન હોવાથી તેની IPLમાં ભાગીદારી શંકાસ્પદ છે. તે ૧૭ મેથી ત્રીજી જૂન વચ્ચે UAE સામે બે અને પાકિસ્તાન સામે પાંચ મૅચની T20 સિરીઝ રમવા માટે બંગલાદેશ ટીમ સાથે ટ્રાવેલ કરી રહ્યો છે.
દિલ્હી કૅપિટલ્સની આગામી ગ્રુપ-સ્ટેજ મૅચ ૧૮, ૨૧ અને ૨૪ મેએ છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉલ્લંઘન થઈ શકતું નથી એથી એ જોવાનું રસપ્રદ રહેશે કે બંગલાદેશ બોર્ડ મુસ્તફિઝુરની ગેરહાજરીને મંજૂરી આપે છે કે નહીં.


