Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધોનીએ કેમ ૭ નંબરની જ જર્સી પસંદ કરી?

ધોનીએ કેમ ૭ નંબરની જ જર્સી પસંદ કરી?

12 February, 2024 08:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જ્યારે ધોનીએ ૭ નંબરની જર્સી પહેરવાનું શરૂ કર્યું ત્યારે ભારતીય ક્રિકેટચાહકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની


રમતમાં ૭ નંબરની જર્સી પ્રતિષ્ઠિત છે. આ નંબરનો ક્રેઝ ફુટબૉલથી લઈને ક્રિકેટમાં છે. જ્યારે ધોનીએ ૭ નંબરની જર્સી પહેરવાનું શરૂ કર્યું ત્યારે ભારતીય ક્રિકેટચાહકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ધોનીનું ક્રિકેટમાં નોંધનીય પ્રદર્શન બાદથી તેની ૭ નંબરની જર્સી ભારતીય ક્રિકેટચાહકોમાં વિશેષ બની ગઈ છે. ત્યારથી ચાહકોમાં એ ઉત્સુકતા વધી ગઈ છે કે ધોનીએ ૭ નંબરની જ જર્સી કેમ પસંદ કરી? એનો ખુલાસો ધોનીએ પોતે જ કર્યો હતો. ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા સુકાનીએ એક ખાનગી કાર્યક્રમમાં પોતાના આ નિર્ણયને લઈને કહ્યું કે ‘આ નિર્ણય પાછળ કોઈ મોટો વિચાર નથી. મારાં માતા-પિતાએ જ નક્કી કર્યું કે મારી જન્મતારીખ જ જર્સીનો નંબર રહેશે.’ તમામ ક્રિકેટના ચાહકોને ખ્યાલ છે કે ધોનીની જન્મતારીખ ૭ છે અને જુલાઈ એટલે કે ૭મો મહિનો. 
આ નંબરથી હવે તેનો વિષેશ સંબંધ જોડાઈ ગયો છે.


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2024 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK