ઘાટકોપર જૉલી જિમખાનામાં ગઈ કાલથી મિડ-ડે લેડીઝ ક્રિકેટની ૧૪મી સીઝનની શરૂઆત થઈ ગઈ છે

‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ કાર્નિવલ’ની ઘાટકોપરમાં ધમાકેદાર શરૂઆત
ઘાટકોપર જૉલી જિમખાનામાં ગઈ કાલથી મિડ-ડે લેડીઝ ક્રિકેટની ૧૪મી સીઝનની શરૂઆત થઈ ગઈ છે. ત્રણ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટના મિડ-ડે લેડીઝ ક્રિકેટ કપનું અનાવરણ કરવામાં આવ્યું હતું એ પ્રસંગની તસવીરમાં (ડાબેથી) મુકેશ શર્મા (બિઝનેસ હેડ, મિડ-ડે ઇન્ફોમીડિયા લિમિટેડ), ટાઇટલ સ્પૉન્સર એમઆઇસીએલના મનન શાહ, જાણીતા ગુજરાતી ઍક્ટર ઓજસ રાવલ, જૉલી જિમખાનાના પ્રમુખ રજનીભાઈ શાહ, ક્રેડાઇ-એમસીએચઆઇના થાણે યુનિટના પ્રમુખ જિતેન્દ્રભાઈ મહેતા અને પ્રતીક નાણાવટી (વાઇસ-પ્રેસિડન્ટ રીડરશિપ ડેવલપમેન્ટ, મિડ-ડે ઇન્ફોમીડિયા લિમિટેડ). તસવીર: અનુરાગ આહિર