બન્નેએ ૨૦૦૮માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું, બે વર્ષ સુધી ડેટ કર્યા બાદ ૨૦૧૦ની ૪ જુલાઈએ તેમણે દેહરાદૂનમાં લગ્ન કર્યાં હતાં
વેડિંગ ઍનિવર્સરીનું સેલિબ્રેશન
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષીએ ગઈ કાલે તેમની વેડિંગ ઍનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. બન્નેની મુલાકાત ૨૦૦૭માં કલકત્તાની તાજ હોટેલમાં થઈ હતી, જ્યાં ભારતીય ટીમ રોકાઈ હતી અને એ સમયે સાક્ષી ત્યાં જ હોટેલ મૅનેજમેન્ટ માટે ઇન્ટર્નશિપ કરી રહી હતી. આ પછી બન્નેએ ૨૦૦૮માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું, બે વર્ષ સુધી ડેટ કર્યા બાદ ૨૦૧૦ની ૪ જુલાઈએ તેમણે દેહરાદૂનમાં લગ્ન કર્યાં હતાં. સાક્ષીએ તેમની યાદગાર તસવીરોનો ફોટો શૅર કરીને સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે અમે અમારું ૧૫મું વર્ષ શરૂ કરી રહ્યાં છીએ. મિસ્ટર ઍન્ડ મિસિસ ધોનીના વેડિંગ ઍનિવર્સરી સેલિબ્રેશનનનો એક ક્યુટ વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

