Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ડેન્જરસ હૈદરાબાદના વિજયરથ સામે કલકત્તાને લય જાળવી રાખવાનો પડકાર

ડેન્જરસ હૈદરાબાદના વિજયરથ સામે કલકત્તાને લય જાળવી રાખવાનો પડકાર

Published : 03 May, 2026 08:33 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૈદરાબાદ પાંચ મૅચ અને કલકત્તા બે મૅચથી રહ્યું છે અજેય, સીઝનની પહેલી ટક્કરમાં હૈદરાબાદે ૬૫ રને મેળવી હતી જીત

સનરાઇઝર્સ હૈદરાબાદની બૅટિંગ-પ્રૅક્ટિસ દરમ્યાન હેન્રિક ક્લાસેન સાથે ચર્ચા કરતો ટ્રૅવિસ હેડ, મૅચ પહેલાં હરીફ ટીમની પ્રૅક્ટિસ નિહાળતા કલકત્તાના રિન્કુ સિંહ, વરુણ ચક્રવર્તી અને રચિન રવીન્દ્ર.

સનરાઇઝર્સ હૈદરાબાદની બૅટિંગ-પ્રૅક્ટિસ દરમ્યાન હેન્રિક ક્લાસેન સાથે ચર્ચા કરતો ટ્રૅવિસ હેડ, મૅચ પહેલાં હરીફ ટીમની પ્રૅક્ટિસ નિહાળતા કલકત્તાના રિન્કુ સિંહ, વરુણ ચક્રવર્તી અને રચિન રવીન્દ્ર.


IPL 2026ના નવમા ડબલ હેડરની પહેલી ટક્કર આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. નવમાંથી ૬ મૅચ જીતીને હૈદરાબાદની ટીમ સીઝનની ટૉપ-થ્રી ટીમોમાં સામેલ છે. પહેલી ૬ મૅચમાં જીતનો સ્વાદ ચાખ્યા વગર રમનાર કલકત્તા છેલ્લી બે મૅચમાં દિલધડક જીત મેળવીને શાનદાર ફૉર્મમાં છે. છેલ્લી પાંચ મૅચ સતત જીતીને આવેલી ડેન્જરસ હૈદરાબાદની ટીમ સામે કલકત્તા પોતાનો લય જાળવી શકશે કે નહીં એના પર સૌની નજર રહેશે. સીઝનમાં બન્ને ટીમની આ બીજી ટક્કર છે. સીઝનની પહેલી ટક્કરમાં હૈદરાબાદે ૮ વિકેટે ૨૨૬ રન કર્યા હતા. જવાબમાં કલકત્તા ૧૬ ઓવરમાં ૧૬૧ રન કરીને ઑલઆઉટ થયું હતું. રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં ૨૦૨૩ સુધીમાં કલકત્તાની ટીમને ૧૮ મૅચમાંથી ૧૨ જીત અને ૬ હાર મળી છે. એમાંથી ૭ ટક્કર હોમ-ટીમ હૈદરાબાદ સામે થઈ છે. રસપ્રદ વાત એ છે કે આ ૭ મૅચમાંથી હૈદરાબાદ માત્ર ૩ જીત ૨૦૧૩, ૨૦૧૭ અને ૨૦૧૯માં મેળવી શક્યું છે.

મૅચનો સમય બપોરે ૩.૩૦ વાગ્યાથી



બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 

મૅચ

૩૧

કલકત્તાની જીત

૨૦

હૈદરાબાદની જીત

૧૧


હૈદરાબાદની ટીમ પોતાના આ હોમ-ગ્રાઉન્ડ પર ચારમાંથી ત્રણ મૅચ જીતી છે. પહેલી મૅચમાં લખનઉ સામે હાર મળી એ પછી હૈદરાબાદે રાજસ્થાન, ચેન્નઈ અને દિલ્હી સામે સતત જીત મેળવી હતી. તેઓ અહીં ૬૭ મૅચમાંથી ૪૧ મૅચ જીત્યા છે. પચીસ મૅચમાં હાર મળી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2026 08:33 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK