ત્રણેય મૅચ જીતીને દિલ્હી કૅપિટલ્સ આ વખતે હજી સુધી અપરાજિત. આ સીઝનની RCBની આ બીજી હોમ-ગેમ છે, પહેલી હોમ-ગેમ એણે ગુમાવી હતી. RCB આ સીઝનમાં અત્યાર સુધીમાં ચાર મૅચમાંથી ત્રણ મૅચ જીત્યું છે જ્યારે DCએ પોતાની ત્રણેય મૅચ જીતી છે.
અક્ષર પટેલ, કે. એલ. રાહુલ, કૅપ્ટન રજત પાટીદાર અને જોશ હેઝલવુડ.
IPl 2025ની આજની ચોવીસમી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચે બૅન્ગલોરમાં ટક્કર થશે. આ સીઝનની RCBની આ બીજી હોમ-ગેમ છે, પહેલી હોમ-ગેમ એણે ગુમાવી હતી. RCB આ સીઝનમાં અત્યાર સુધીમાં ચાર મૅચમાંથી ત્રણ મૅચ જીત્યું છે જ્યારે DCએ પોતાની ત્રણેય મૅચ જીતી છે. બન્ને ટીમો અત્યાર સુધી ૩૨ વર સામસામે આવી છે, જેમાંથી RCBનો ૧૯ મૅચમાં અને DCનો ૧૧ મૅચમાં વિજય થયો છે, એક મૅચ ટાઇ થઈ છે. પ્રૅક્ટિસ દરમ્યાન ગઈ કાલે દિલ્હીનો કૅપ્ટન અક્ષર પટેલ અને કે. એલ. રાહુલ. પ્રૅક્ટિસ દરમ્યાન ગઈ કાલે બૅન્ગલોરનો કૅપ્ટન રજત પાટીદાર (જમણે) અને જોશ હેઝલવુડ.

