લોકલ-બૉય કે. એલ. રાહુલે સતત બીજી ફિફ્ટી ફટકારીને બૅન્ગલોરના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હીને છ વર્ષ બાદ જીત અપાવી. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે દિલ્હી કૅપિટલ્સે છ વિકેટે જીત મેળવી છે. બૅન્ગલોરે ધમાકેદાર ઓપનિંગ પાર્ટનરશિપને આધારે સાત વિકેટે ૧૬૩ રન ફટકાર્યા.
કે. એલ. રાહુલ
IPL 2025ની ૨૪મી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે દિલ્હી કૅપિટલ્સે છ વિકેટે જીત મેળવી છે. બૅન્ગલોરે ધમાકેદાર ઓપનિંગ પાર્ટનરશિપને આધારે સાત વિકેટે ૧૬૩ રન ફટકાર્યા હતા. જવાબમાં ખરાબ શરૂઆત છતાં દિલ્હીએ લોકલ-બૉય કે. એલ. રાહુલની સળંગ બીજી ફિફ્ટીની મદદથી ૧૭.૫ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૧૬૯ રન કર્યા હતા. દિલ્હીએ છેલ્લે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એપ્રિલ ૨૦૧૯માં બૅન્ગલોરને હરાવ્યું હતું. વર્તમાન સીઝનમાં હોમ ગ્રાઉન્ડ પર આ એની બીજી હાર હતી.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર બૅન્ગલોર માટે ઓપનર્સ ફિલ સૉલ્ટ (૧૭ બૉલમાં ૩૭ રન) અને વિરાટ કોહલી (૧૪ બૉલમાં બાવીસ રન)એ ૩.૫ ઓવરમાં ૬૧ રનની ધમાકેદાર ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી, પણ સમયાંતરે પડતી વિકેટોને કારણે બૅન્ગલોર ૧૬૩ રનના સ્કોર સુધી જ પહોંચી શક્યું હતું. ચોથીથી ૧૮મી ઓવર દરમ્યાન બૅન્ગલોરે ૭૪ રન બનાવી સાત વિકેટ ગુમાવી હતી. ઓપનર્સ સિવાય કૅપ્ટન રજત પાટીદાર (૨૩ બૉલમાં પચીસ રન) અને ઑલરાઉન્ડર ટિમ ડેવિડ (૨૦ બૉલમાં ૩૭ રન અણનમ) જ મોટી ઇનિંગ્સ રમી શક્યા હતા.
દિલ્હી તરફથી સ્પિનર્સ કુલદીપ યાદવ (૧૭ રનમાં બે વિકેટ) અને વિપ્રરાજ નિગમ (૧૮ રનમાં બે વિકેટ)ને સૌથી વધુ વિકેટ મળી હતી. ફાસ્ટ બોલર્સ મુકેશ કુમાર અને મોહિત શર્માને ૧-૧ વિકેટ મળી હતી. કૅપ્ટન અક્ષર પટેલે ચાર ઓવરમાં વિકેટ લીધા વગર બાવન રન આપીને પોતાની સૌથી મોંઘી IPL સ્પેલની બરાબરી કરી હતી. અનુભવી ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે એક ઓવરમાં પચીસ રન આપવા સહિત ત્રણ ઓવરમાં વિકેટલેસ રહીને ૩૫ રન આપ્યા હતા.
IPLમાં સૌથી વધુ બાઉન્ડરી ફટકારનાર પ્લેયર્સ |
|
વિરાટ કોહલી |
૧૦૦૧ |
શિખર ધવન |
૯૨૦ |
ડેવિડ વૉર્નર |
૮૯૯ |
રોહિત શર્મા |
૮૮૫ |
ક્રિસ ગેઇલ |
૭૬૧ |
ADVERTISEMENT
સીઝનમાં પહેલી વાર દિલ્હીની બૅટિંગ લાઇનઅપ ધરાશાયી થતી જોવા મળી હતી, કારણ કે ટીમે ૮.૪ ઓવરમાં ૫૮ના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી હતી. મુશ્કેલ સમયમાં ચોથા ક્રમે બૅટિંગ માટે આવી અનુભવી બૅટર કે. એલ. રાહુલે (૫૩ બૉલમાં ૯૩ રન અણનમ) ત્રીજી વિકેટ માટે ઇમ્પૅક્ટ પ્લેર અભિષેક પોરેલ (સાત બૉલમાં સાત રન) સાથે ૨૦ રન, કૅપ્ટન અક્ષર પટેલ (૧૧ બૉલમાં ૧૫ રન) સાથે ચોથી વિકેટ માટે ૨૮ રન અને ટ્રિસ્ટન સ્ટબ્સ (૨૩ બૉલમાં ૩૮ રન અણનમ) સાથે પાંચમી વિકેટ માટે ૧૧૧ રનની પાર્ટનરશિપ કરીને ટીમની ઇનિંગ્સ સંભાળી હતી.
બૅન્ગલોર તરફથી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર (૨૬ રનમાં બે વિકેટ), યશ દયાલ (૪૫ રનમાં એક વિકેટ) અને સ્પિનર સુયશ શર્મા (પચીસ રનમાં એક વિકેટ)ને જ વિકેટ મળી હતી.
કે. એલ. રાહુલનું પ્રદર્શન |
|
રન |
૯૩ |
બૉલ |
૫૩ |
ચોગ્ગા |
૦૭ |
છગ્ગા |
૦૬ |
સ્ટ્રાઇક-રેટ |
૧૭૫.૪૭ |
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
ગુજરાત |
૫ |
૪ |
૧ |
+૧.૪૧૩ |
૮ |
દિલ્હી |
૪ |
૪ |
૦ |
+૧.૨૭૮ |
૮ |
બૅન્ગલોર |
૫ |
૩ |
૨ |
+૦.૫૩૯ |
૬ |
પંજાબ |
૪ |
૩ |
૧ |
+૦.૨૮૯ |
૬ |
લખનઉ |
૫ |
૩ |
૨ |
+૦.૦૭૮ |
૬ |
કલકત્તા |
૫ |
૨ |
૩ |
-૦.૦૫૬ |
૪ |
રાજસ્થાન |
૫ |
૨ |
૩ |
-૦.૭૩૩ |
૪ |
મુંબઈ |
૫ |
૧ |
૪ |
-૦.૦૧૦ |
૨ |
ચેન્નઈ |
૫ |
૧ |
૪ |
-૦.૮૮૯ |
૨ |
હૈદરાબાદ |
૫ |
૧ |
૪ |
-૧.૬૨૯ |
૨ |

