કલકત્તા-રાજસ્થાન અને ગુજરાત-દિલ્હીની મૅચ થઈ રીશેડ્યુલ
આઈપીએલ ટ્રોફી
ક્રિકેટ બોર્ડે ગઈ કાલે કારણ આપ્યા વગર બે મૅચની તારીખમાં ફેરફાર કર્યો છે. ૧૭ એપ્રિલે ઈડન ગાર્ડન્સમાં આયોજિત કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રૉયલ્સની મૅચ હવે ૧૬ એપ્રિલે રમાશે, જ્યારે ૧૬ એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની મૅચ હવે ૧૭ એપ્રિલે રમાશે. ૧૭ એપ્રિલે રામનવમી અને ચૂંટણીના માહોલ વચ્ચે કલકત્તા પોલીસ સુરક્ષા આપવામાં અસમર્થ હતી એને કારણે પહેલાંથી જ મૅચની તારીખમાં ફેરફાર થવાની ચર્ચા ચાલી રહી હતી. ૧૬ એપ્રિલે ક્રિકેટ બોર્ડ અને ૧૦ ફ્રૅન્ચાઇઝીના માલિક વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
મૅચ |
નવી તારીખ |
કલકત્તા-રાજસ્થાન |
૧૬ એપ્રિલ |
ગુજરાત-દિલ્હી |
૧૭ એપ્રિલ |
ADVERTISEMENT

