કૅપ્ટન રોહિત શર્માએ ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમને ઑલરાઉન્ડરની ક્ષમતા ખતમ કરનારો કહ્યો હતો.
રવિ શાસ્ત્રીની તસવીર
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ હેડ કોચ અને IPLના કૉમેન્ટેટર રવિ શાસ્ત્રીએ પણ ઇમ્પૅક્ટ પ્લેયરની ચર્ચામાં પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. શાસ્ત્રીએ રવિચન્દ્રન અશ્વિનની યુટ્યુબ ચૅનલ પર કહ્યું કે ‘ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ સારો છે. તમારે સમય સાથે આગળ વધવું પડશે. અન્ય રમતોમાં પણ આવું થાય છે. ગયા વર્ષ કરતાં તમે વધારે રોમાંચક મૅચો જોઈ રહ્યા છો. જ્યારે કોઈ નવો નિયમ આવે છે ત્યારે કેટલાક લોકો એને ખોટો કેવી રીતે સાબિત કરવો એ શોધવાની કોશિશ કરતા હોય છે, પરંતુ જ્યારે તમે જુઓ છો કે ૧૯૦-૨૦૦નો સ્કોર સતત બની રહ્યો છે અને નવા ક્રિકેટર્સને તક મળી રહી છે ત્યારે તમે નિયમ વિશે વિચારવા માટે મજબૂર થઈ જાઓ છો.’ થોડા સમય પહેલાં ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમને ઑલરાઉન્ડરની ક્ષમતા ખતમ કરનારો કહ્યો હતો.

