શક્યતા છે કે કેશવ મહારાજ RR માટે ડેબ્યુ કરે અને સ્ટેડિયમમાં તેની એન્ટ્રીની સાથે રામ-હનુમાનની ભક્તિનાં સૉન્ગ સાંભળવા મળે
કેશવ મહારાજ
રાજસ્થાન રૉયલ્સ (RR) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ ગઈ કાલે એક-એક રિપ્લેસમેન્ટની જાહેરાત કરી હતી. KKRએ અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબુર રહેમાનની જગ્યાએ ૧૬ વર્ષના બોલર અલ્લાહ ગજનફરને ૨૦ લાખમાં અને RRએ પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને ઑલરાઉન્ડર કેશવ મહારાજને ૫૦ લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યા છે. ભારતીય મૂળના સાઉથ આફ્રિકન ક્રિકેટર કેશવ મહારાજે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૨૩૭ વિકેટ લીધી છે. ઑક્શનમાં અનસોલ્ડ રહેનાર હનુમાનભક્ત કેશવ મહારાજ લખનઉ સુપર જાયન્ટ્સના ખેલાડીઓ સાથે હાલમાં અયોધ્યાના રામમંદિરમાં દર્શન કરવા ગયો હતો. શક્યતા છે કે કેશવ મહારાજ RR માટે ડેબ્યુ કરે અને સ્ટેડિયમમાં તેની એન્ટ્રીની સાથે રામ-હનુમાનની ભક્તિનાં સૉન્ગ સાંભળવા મળે. મુજીબુર રહેમાન અને પ્રસિદ્ધ કૃષ્ણા ઈજાને લીધે IPLની ૧૭મી સીઝનમાં ઍક્શન નહીં બતાવી શકે.

