Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં ૧૫૫ કિલોમીટરની ઝડપથી સૌથી વધારે ત્રણ બૉલ ફેંકનાર દુનિયાનો પ્રથમ બોલર બન્યો મયંક યાદવ

IPLમાં ૧૫૫ કિલોમીટરની ઝડપથી સૌથી વધારે ત્રણ બૉલ ફેંકનાર દુનિયાનો પ્રથમ બોલર બન્યો મયંક યાદવ

04 April, 2024 07:10 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેક્સ્ટ ટાર્ગેટ ઇન્ડિયન જર્સી : IPLની પહેલી બે મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બનનાર પ્રથમ ક્રિકેટર પણ બન્યો

મયંક યાદવ

IPL 2024

મયંક યાદવ


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની ૧૫મી મૅચ લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચે રમાઈ હતી. આ મૅચમાં ક્વિન્ટન ડીકૉકની ૮૧ રનની ઇનિંગની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૮૧ રન બનાવ્યા અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ને ૧૮૨ રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં ફાફ ડુપ્લેસીની ટીમ ૧૫૩ રન બનાવીને ઑલઆઉટ થતાં ૨૮ રનથી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મૅચ હારી હતી. આ ટુર્નામેન્ટમાં LSGની ત્રણ મૅચમાં આ બીજી જીત છે, જ્યારે RCB અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હારી હતી. ચારમાંથી માત્ર ૧ મૅચ જીતનાર RCB વર્તમાન સીઝનમાં ઑલઆઉટ થનાર પ્રથમ ટીમ બની છે. 


સતત બીજી મૅચમાં ૩ વિકેટ ઝડપીને ૨૧ વર્ષના મયંક યાદવનો નેક્સ્ટ ટાર્ગેટ ઇન્ડિયન જર્સી પહેરીને રમવાનો છે. સતત બીજી મૅચમાં તેણે વર્તમાન સીઝનનો સૌથી ઝડપી બૉલ ફેંક્યો હતો. મયંક યાદવ ૧૫૬.૭ની ઝડપથી બોલિંગ કરીને IPL 2024માં સૌથી ઝડપી બૉલ ફેંકનાર પ્રથમ અને ઓવરઑલ ચોથો બોલર બન્યો છે. આ પહેલાં તેણે પંજાબ કિંગ્સ સામે ૧૫૫.૮ કિલોમીટરની ઝડપથી બૉલ ફેંક્યો હતો. RCB સામે ૪ ઓવરમાં ૧૪ રન આપી તેણે રજત પાટીદાર, ગ્લેન મૅક્સવેલ અને કૅમરન ગ્રીનને આઉટ કરી ૩ વિકેટ પોતાને નામે કરી હતી. LSGએ ૨૦ લાખમાં ખરીદેલા આ બોલરે કરોડોની કિંમતમાં ખરીદાયેલા દિગ્ગજ બૅટર્સને આઉટ કરીને દુનિયાભરમાં પોતાની છાપ છોડી છે. તે IPLમાં પ્રથમ બે મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બનનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે. તે IPLમાં ૧૫૫ કિલોમીટરની ઝડપથી ૩ કે એથી વધુ બૉલ ફેંકનાર પ્રથમ બોલર બન્યો છે. 



મયંક યાદવે RCB સામે પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવ્યા બાદ કહ્યું, ‘બે વાર પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતી હું ખૂબ સારું અનુભવી રહ્યો છું. મારું લક્ષ્ય ભારત માટે રમવાનું છે. એથી હું માનું છું કે આ માત્ર શરૂઆત છે અને મારે મારાં લક્ષ્યોને વળગી રહેવું પડશે. RCB સામે મારી ફેવરિટ વિકેટ કૅમરન ગ્રીનની હતી. મને લાગે છે કે આ ગતિએ બોલિંગ કરવા માટે આહાર, ઊંઘ, તાલીમ જેવી ઘણી બાબતો મહત્ત્વપૂર્ણ છે. ઝડપી બોલિંગ માટે તમારે ઘણી બાબતોમાં પર્ફેક્ટ બનવું પડશે. એથી અત્યારે મારું ધ્યાન આહાર અને રિકવરી પર છે.’

100
આટલામી T20 મૅચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો વિરાટ કોહલી 

156.7 કિલોમીટર

આટલી ઝડપથી મયંક યાદવે બૉલ ફેંક્યો બૅન્ગલોર સામે 

16
આટલામી વાર ઝીરો પર આઉટ થઈ ગ્લેન મૅક્સવેલ IPLમાં સૌથી વધારે વાર ડક પર આઉટ થનાર બીજો ખેલાડી બન્યો 

3046

આટલા રન બનાવી IPLમાં ૩૦૦૦ રન પૂરા કરનાર ૨૬મો ખેલાડી બન્યો ક્વિન્ટન ડીકૉક

155 કિલોમીટર
આટલી ઝડપથી IPLમાં ત્રણ બૉલ ફેંકનાર દુનિયાનો પ્રથમ બોલર બન્યો મયંક યાદવ 

120

આટલામી IPL મૅચ હાર્યો વિરાટ કોહલી 


સૌથી વધારે IPL મૅચ હારનાર ખેલાડી

ખેલાડી

મૅચમાં હાર

વિરાટ કોહલી

૧૨૦

દિનેશ કાર્તિક

૧૧૮

રોહિત શર્મા

૧૧૨

શિખર ધવન

૧૦૭

રોબિન ઉથપ્પા

૧૦૬

 


IPLમાં ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પાર કરનાર બોલરો

બોલર

ગતિ

શૉન ટેઇટ

૧૫૭.૭ કિમી/કલાક

લૉકી ફર્ગ્યુસન

૧૫૭.૩ કિમી/કલાક

ઉમરાન મલિક

૧૫૭ કિમી/કલાક

મયંક યાદવ

૧૫૬.૭ કિમી/કલાક

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2024 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK