એક સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારનારી ટીમ બની હૈદરાબાદ
IPL 2024
સૂર્યકુમાર યાદવ
IPL 2024ના રેકૉર્ડ-લિસ્ટમાં વધુ એક વિક્રમ ઉમેરાયો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝન ફાસ્ટેસ્ટ ૧૦૦૦ સિક્સર ફટકારનારી સીઝન બની ગઈ છે. ૨૦૨૨ અને ૨૦૨૩ બાદ સતત ત્રીજી સીઝનમાં ૧૦૦૦ સિક્સર IPLમાં જોવા મળ્યા છે. બુધવારે લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મૅચ દરમ્યાન લખનઉના ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ ફટકારેલી સિક્સર IPL 2024ની ૧૦૦૦મી સિક્સર હતી.
૧૩,૦૭૯ બૉલમાં ૧૦૦૦ સિક્સર સાથે ફાસ્ટેસ્ટ સિક્સરવાળી આ સીઝનમાં સૌથી વધારે સિક્સરનો રેકૉર્ડ તૂટે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ પહેલાં ૨૦૨૨માં ૧૬,૨૬૯ બૉલમાં અને ૨૦૨૩માં ૧૫,૩૯૦ બૉલમાં ૧૦૦૦ સિક્સર પૂરી થઈ હતી. ૨૦૨૨માં કુલ ૧૦૬૨ અને ૨૦૨૩માં કુલ ૧૧૨૪ સિક્સર જોવા મળી હતી. ૨૦૨૪માં ૫૭મી મૅચ સુધીમાં ૧૦ ટીમોએ મળીને ૧૦૧૫ સિક્સર ફટકારી છે.
IPLના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર ફટકારી ચૂકેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે બુધવારે વધુ એક રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. કૅપ્ટન પૅટ કમિન્સની ટીમ એક સીઝનમાં સૌથી વધારે ૧૪૬ સિક્સર ફટકારનારી ટીમ બની ગઈ છે. એણે ચેન્નઈ સુપર કિંગ્સના ૨૦૧૮ના ૧૪૫ સિક્સરના રેકૉર્ડને તોડ્યો હતો.
ADVERTISEMENT
IPL સીઝનમાં એક ટીમ દ્વારા સૌથી વધારે સિક્સર |
||
સીઝન |
ટીમ |
સિક્સર |
૨૦૨૪ |
હૈદરાબાદ |
૧૪૬ |
૨૦૧૮ |
ચેન્નઈ |
૧૪૫ |
૨૦૧૯ |
કલકત્તા |
૧૪૩ |
૨૦૧૬ |
બૅન્ગલોર |
૧૪૨ |
૨૦૨૩ |
મુંબઈ |
૧૪૦ |
દરેક IPL સીઝનના સિક્સર
વર્ષ સિક્સર
૨૦૨૪ ૧૦૧૫ (૫૭મી મૅચ સુધી)
૨૦૨૩ ૧૧૨૪
૨૦૨૨ ૧૦૬૨
૨૦૨૧ ૬૮૭
૨૦૨૦ ૭૩૪
૨૦૧૯ ૭૮૪
૨૦૧૮ ૮૭૨
૨૦૧૭ ૭૦૫
૨૦૧૬ ૬૩૮
૨૦૧૫ ૬૯૨
૨૦૧૪ ૭૧૪
૨૦૧૩ ૬૭૨
૨૦૧૨ ૭૩૧
૨૦૧૧ ૬૩૯
૨૦૧૦ ૫૮૫
૨૦૦૯ ૫૦૬
૨૦૦૮ ૬૨૨