૨.૯૬ કરોડની આ કારની ચાવી મેળવ્યા બાદ રહાણે અને તેની પત્ની રાધિકાએ આલીશાન ફ્લૅટ પાસે કારની પૂજા કરી હતી.
અજિંક્ય રહાણે
૩૫ વર્ષના અજિંક્ય રહાણેએ પોતાના ગૅરેજમાં ત્રીજી કાર સામેલ કરી છે. બીએમઈ ૬ જીટી અને ટૉયોટા બાદ ભારતીય ક્રિકેટર રહાણેએ મર્સિડીઝ-મેબેક જીએલએસ ૬૦૦ એસયુવી ખરીદી છે. ૨.૯૬ કરોડની આ કારની ચાવી મેળવ્યા બાદ રહાણે અને તેની પત્ની રાધિકાએ આલીશાન ફ્લૅટ પાસે કારની પૂજા કરી હતી. રહાણેએ નવેમ્બર ૨૦૨૩માં આ કાર બુક કરી હતી. તેઓ આઇપીએલની આગામી સીઝન પહેલાં આ કારની ડિલિવરી ઇચ્છતા હતા. રહાણે અને રાધિકાએ કારની નંબરપ્લેટનો નંબર ૪૧૧૫ રાખવાનું નક્કી કર્યું. તેઓ ઇચ્છતાં હતાં કે નંબરપ્લેટ પરના અંકોનો સરવાળો ૧૧ હોવો જોઈએ. જે દર્શાવે છે કે બન્ને એકસાથે જઈ રહ્યાં છે. ૮ વર્ષ પહેલાં રહાણેએ બાળપણની મિત્ર રાધિકા સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ ૨૦૧૯માં રાધિકાએ દીકરી આર્યા અને ૨૦૨૨માં દીકરા રાઘવને જન્મ આપ્યો હતો. અજિંક્ય રહાણે હાલ ભારતીય ટીમમાંથી બહાર છે. તે આઇપીએલમાં સારું પ્રદર્શન કરીને ટીમમાં વાપસી કરવાનો ટાર્ગેટ રાખશે.
બિપિન દાણી

