° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


ઇન્ડિયા વિમેન અન્ડર-19 ટીમ ૩-૦થી શ્રેણી જીતી

02 December, 2022 12:45 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ટીમની ૭માંથી ૪ બોલર્સને વિકેટ મળી હતી;

ગઈ કાલે બીકેસીમાં રમાયેલી મૅચમાં સોનિયા મેંધિયા અને જી. ત્રિશા ભારતીય ટીમની બે ટૉપ-સ્કોરર હતી. તેમણે અનુક્રમે ૩૮ અને ૩૨ રન બનાવ્યા હતા. ન્યુ ઝીલૅન્ડની નેન્સી હિતેશકુમાર પટેલને ગઈ કાલની મૅચમાં ૨૮ રનમાં એક વિકેટ મળી હતી. તસવીર અતુલ કાંબળે India vs New Zealand U19 Women’s T20

ગઈ કાલે બીકેસીમાં રમાયેલી મૅચમાં સોનિયા મેંધિયા અને જી. ત્રિશા ભારતીય ટીમની બે ટૉપ-સ્કોરર હતી. તેમણે અનુક્રમે ૩૮ અને ૩૨ રન બનાવ્યા હતા. ન્યુ ઝીલૅન્ડની નેન્સી હિતેશકુમાર પટેલને ગઈ કાલની મૅચમાં ૨૮ રનમાં એક વિકેટ મળી હતી. તસવીર અતુલ કાંબળે

શ્વેતા સેહરાવતની કૅપ્ટન્સીમાં ઇન્ડિયા વિમેન અન્ડર-19 ટીમે ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)ના શરદ પવાર ક્રિકેટ ઍકૅડેમીના ગ્રાઉન્ડ પર ન્યુ ઝીલૅન્ડ વિમેન અન્ડર-19 ટીમને ટી૨૦ સિરીઝની સતત ત્રીજી મૅચમાં ૩૦ રનથી હરાવીને પાંચ મૅચવાળી સિરીઝમાં ૩-૦થી વિજયી સરસાઈ મેળવી લીધી છે.

પ્રવાસી ટીમ ૧૪૬ રનના લક્ષ્યાંક સામે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૧૫ રન બનાવી શકી હતી. ઓપનર ઓલિવિયા ગેઇને ૩૫ બૉલમાં ૪૦ રન બનાવ્યા છતાં ન્યુ ઝીલૅન્ડની ટીમ ટાર્ગેટની નજીક પણ પહોંચી નહોતી શકી. ઇન્ડિયા વિમેન અન્ડર-19 ટીમની સુપરસ્ટાર ઑલરાઉન્ડર અને પહેલી બન્ને મૅચમાં ત્રણ-ત્રણ વિકેટ લેનાર હર્લી ગાલા આ મૅચમાં નહોતી. ભારતીય ટીમની ૭માંથી ૪ બોલર્સને વિકેટ મળી હતી; જેમાં તીતા સાધુ, સોનમ યાદવ અને પાર્શ્વી ચોપડા સૌથી સફળ રહી હતી. ત્રણે પ્લેયર્સે બે-બે વિકેટ લીધી હતી, જ્યારે જી. ત્રિશાને એક વિકેટ મળી હતી. વિકેટકીપર રિશિતા બાસુએ એક કૅચ પકડ્યો હતો તેમ જ બે બૅટરને સ્ટમ્પ-આઉટ કરી હતી.

એ પહેલાં ઇન્ડિયા વિમેન ટીમે બૅટિંગ લીધા પછી ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૫ રન બનાવ્યા હતા, જેમાં સોનિયા મેંધિયા (૩૮ રન, ૨૮ બૉલ, છ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. જી. ત્રિશા (૩૨ રન, ૨૭ બૉલ, પાંચ ફોર) ફરી સારું રમી હતી. કૅપ્ટન શ્વેતા (૨૦ રન, ૨૪ બૉલ, એક સિક્સર, એક ફોર) અને ઓપનર સૌમ્યા તિવારી (૧૬ રન, ૨૧ બૉલ, ત્રણ ફોર) તેમ જ તીતા સાધુ (૧૬ અણનમ, ૭ બૉલ, ત્રણ ફોર)ની ઇનિંગ્સ પણ ટીમ માટે ઉપયોગી સાબિત થઈ હતી. કિવી બોલર કેઇલ નાઇટે ૨૪ રનમાં ૪ વિકેટ લીધી હતી, પરંતુ છેવટે તેનો એ તરખાટ પાણીમાં ગયો હતો.
હવે બાકીની બે મૅચ રવિવારે અને મંગળવારે રમાશે. આ સિરીઝ જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકામાં યોજાનારા પ્રથમ વિમેન અન્ડર-19 વર્લ્ડ કપ પહેલાંની પૂર્વતૈયારીરૂપે રમાઈ રહી છે.

02 December, 2022 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

શેફાલી વર્માને જુનિયર પછી હવે સિનિયર વર્લ્ડ કપ પણ જિતાડવો છે!

ફેબ્રુઆરીના વિમેન્સ ટી૨૦ વિશ્વકપમાં હરમન, મંધાના સાથે જમાવશે જોડી : આઇસીસીની જુનિયર અન્ડર-19 ટીમમાં શેફાલી, શ્વેતા, પાર્શ્વી ચોપડા સામેલ

31 January, 2023 03:29 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ભારતની ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ ટીમે રચ્યો ઇતિહાસ

શેફાલી વર્માના સુકાનમાં ભારતીય ટીમ સૌથી પહેલા વર્લ્ડ કપમાં બની ચૅમ્પિયનઃ ઇંગ્લૅન્ડની ટીમને ૭ વિકેટે કચડીને જીતી લીધી ઐતિહાસિક ટ્રોફી : પેસ બોલર તીતાસ સાધુ પ્લેયર ઑફ ધ ફાઇનલ

30 January, 2023 10:04 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

T20 World Cup: ભારતીય દીકરીઓએ વગાડ્યો ડંકો, સાત વિકેટ સાથે ઈંગ્લેન્ડને આપી માત

ભારતે મહિલા અન્ડર-19 T20 વર્લ્ડ કપ જીતી લીધો છે. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું.

29 January, 2023 09:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK