નંબર-થ્રી ભારત અને નંબર-વન ન્યુ ઝીલૅન્ડ ૨૦૨૩ના ઓડીઆઇ વર્લ્ડ કપને નજરમાં રાખીને આજે પ્રથમ મૅચ રમશે : વરસાદની આગાહી નથી, પણ આકાશ વાદળિયું રહેશે

વન-ડેની ટ્રોફી પણ ભારતની? : ગઈ કાલે ઑકલૅન્ડમાં કિવી કૅપ્ટન કેન વિલિયમસન સાથે ભારતીય સુકાની શિખર ધવન. ટી૨૦ શ્રેણીમાં ભારતે હાર્દિકના સુકાનમાં ૧-૦થી વિજય મેળવ્યો હતો. તસવીર પી.ટી.આઇ.
ટી૨૦ ઇન્ટરનૅશનલ્સના ઓવરડોઝ પછી હવે ઘણા દેશોનું લક્ષ્યાંક ઑક્ટોબર ૨૦૨૩માં ભારતમાં રમાનારા વન-ડેના વર્લ્ડ કપ પર છે અને એમાં ખુદ ભારત તથા ન્યુ ઝીલૅન્ડની ટીમ પણ અપવાદ નથી. આજે બન્ને દેશ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ શરૂ થઈ રહી છે જેની પ્રથમ મૅચ ઑકલૅન્ડમાં છે. બન્ને દેશ ઓડીઆઇ વર્લ્ડ કપને લક્ષમાં રાખીને અત્યારથી જ ટીમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ શ્રેણીમાં શિખર ધવન ભારતની ઓડીઆઇ ટીમનો અને કેન વિલિયમસન ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન છે. આજે ઑકલૅન્ડમાં વરસાદ પડવાની આગાહી નથી, પરંતુ આકાશમાં વાદળો છવાયેલા રહેશે એવું વેધશાળાનું માનવું છે.
ADVERTISEMENT
બન્ને દેશની વન-ડે સ્ક્વોડ
ભારત : શિખર ધવન (કૅપ્ટન), રિષભ પંત (વાઇસ-કૅપ્ટન, વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, સંજુ સૅમસન (વિકેટકીપર), શ્રેયસ ઐયર, દીપક હૂડા, શાર્દુલ, અર્શદીપ સિંહ, દીપક ચાહર, ચહલ, કુલદીપ યાદવ, ઉમરાન અને વૉશિંગ્ટન સુંદર.
ન્યુ ઝીલૅન્ડ : કેન વિલિયમસન (કૅપ્ટન), ફિન ઍલન, ડેવૉન કૉન્વે (વિકેટકીપર), ટૉમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચલ બ્રેસવેલ, ડેરિલ મિચલ, જેમ્સ નીશૅમ, લૉકી ફર્ગ્યુસન, મૅટ હેન્રી, ઍડમ મિલ્ન, ટિમ સાઉધી અને મિચલ સૅન્ટનર.

