સાઉથ આફ્રિકાના બનોનીમાં ભારતે DLS મેથડથી પચીસ રને વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૩૦૧ રન કર્યા હતા. વરસાદ અને વીજળીને કારણે બગડેલા સમયને કારણે યજમાન ટીમને ૨૭.૪ ઓવરમાં ૧૭૪ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે સાઉથ આફ્રિકા ૪ વિકેટે ૧૪૮ રન જ કરી શક્યું
વૈભવ સૂર્યવંશી
વૈભવ સૂર્યવંશીએ શનિવારે યુથ વન-ડેમાં ટીમનું નેતૃત્વ કરનાર સૌથી યુવા ક્રિકેટર બનીને ઇતિહાસ રચ્યો હતો. ૧૪ વર્ષનો આ ખેલાડી સાઉથ આફ્રિકા સામે શરૂ થયેલી ૩ વન-ડેની સિરીઝમાં ભારતની અન્ડર-19 ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. અગાઉ પાકિસ્તાનના અહમદ શહઝાદે ૨૦૦૭માં ૧૫ વર્ષ ૧૪૧ દિવસની ઉંમરે આ સિદ્ધિ પોતાને નામે કરી હતી. સાઉથ આફ્રિકાના બનોનીમાં ભારતે DLS મેથડથી પચીસ રને વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૩૦૧ રન કર્યા હતા. વરસાદ અને વીજળીને કારણે બગડેલા સમયને કારણે યજમાન ટીમને ૨૭.૪ ઓવરમાં ૧૭૪ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે સાઉથ આફ્રિકા ૪ વિકેટે ૧૪૮ રન જ કરી શક્યું હતું.


