Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની ત્રણ મૅચો કઈ-કઈ?

Published : 15 February, 2026 10:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત પોતાની અંતિમ મૅચ ૧૮ ફેબ્રુઆરીએ નેધરલૅન્ડ્સ સામે અમદાવાદમાં રમશે જ્યારે પાકિસ્તાન એ જ દિવસે કોલંબોમાં નામિબિયા સામે ટકરાશે. 

ભારતનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનનો કૅપ્ટન સલમાન અલી આગા

ભારતનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનનો કૅપ્ટન સલમાન અલી આગા


વેસ્ટ ઇન્ડીઝ vs નેપાલ : સવારે ૧૧ વાગ્યે, મુંબઈ 

મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના નવમા દિવસે પહેલી ટક્કર ગ્રુપ Cની ટૉપર અને તળિયાની ટીમ વચ્ચે રમાશે. સ્કૉટલૅન્ડ અને ઇંગ્લૅન્ડને હરાવીને કૅરિબિયન ટીમ +૧.૬૨૫ના નેટ રન-રેટની સાથે પહેલા ક્રમે છે. નેપાલને ઇંગ્લૅન્ડ અને ઇટલી સામે હાર મળી હતી. બન્ને ટીમ વચ્ચે સપ્ટેમ્બર ૨૦૨૫માં એકમાત્ર સિરીઝ T20 ફૉર્મેટની રમાઈ હતી. પહેલી બે મૅચ નેપાલે શાનદાર અંદાજમાં જીતી હતી અને અંતિમ મૅચ વેસ્ટ ઇન્ડીઝે જીતીને ક્લીન સ્વીપ રોકી હતી. 



અમેરિકા vs નામિબિયા : બપોરે ૩ વાગ્યે, ચેન્નઈ


ગ્રુપ Aની ટીમ અમેરિકા અને નામિબિયા આજે વર્તમાન વર્લ્ડ કપમાં પોતાની પ્રતિષ્ઠા વધારવા ઊતરશે. અમેરિકાને ભારત અને પાકિસ્તાનની હાર બાદ નેધરલૅન્ડ્સ સામે જીત મળી હતી. નામિબિયાને પોતાની બન્ને મૅચમાં નેધરલૅન્ડ્સ અને ભારત સામે કારમી હાર મળી છે. આ બન્ને ટીમ વચ્ચે ઑક્ટોબર ૨૦૨૪માં માત્ર બે T20 મૅચ રમાઈ હતી. એ બન્ને મૅચ અમેરિકાએ જીતી હતી. વન-ડે ફૉર્મેટની ૧૧ મૅચમાં અમેરિકા ૭ મૅચ અને નામિબિયા ૪ મૅચ જીત્યું છે. 

ભારત vs પાકિસ્તાન : સવારે ૭ વાગ્યે, કોલંબો


ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ગ્રુપ Aની ટૉપર ટીમ બનવાનો જંગ થશે. અમેરિકા અને નામિબિયા સામેની શાનદાર જીત બાદ +૩.૦૫૦ના નેટ રન-રેટ સાથે ભારત પહેલા ક્રમે છે, જ્યારે પાકિસ્તાન અમેરિકા અને નેધરલૅન્ડ્સને હરાવીને +૦.૯૩૨ના નેટ રન-રેટ સાથે બીજા ક્રમે છે. ભારત પોતાની અંતિમ મૅચ ૧૮ ફેબ્રુઆરીએ નેધરલૅન્ડ્સ સામે અમદાવાદમાં રમશે જ્યારે પાકિસ્તાન એ જ દિવસે કોલંબોમાં નામિબિયા સામે ટકરાશે. 

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK