૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી આ સિરીઝનું મુખ્ય આકર્ષણ બન્યો...
ત્રિકોણીય વન-ડે સિરીઝની ટ્રોફી સાથે ત્રણેય ટીમના કૅપ્ટન્સ
આજથી શ્રીલંકામાં યજમાન ટીમ, ભારત અને અફઘાનિસ્તાનની A ટીમો વચ્ચે ત્રિકોણીય વન-ડે સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્રણેય ટીમ આ સિરીઝમાં ચાર-ચાર મૅચ રમશે અને ૨૧ જૂને ટૉચની બે ટીમો વચ્ચે ફાઇનલ મૅચ રમાશે. ભારતીય સમય અનુસાર લગભગ સવારે ૧૦ અને ૧૧ વાગ્યે મૅચો શરૂ થશે. ભારતીય ટીમની કમાન ભારતનો નવો T20 વાઇસ-કૅપ્ટન તિલક વર્મા સંભાળશે. ઋતુરાજ ગાયકવાડ આ સિરીઝમાં વાઇસ-કૅપ્ટનની ભૂમિકા ભજવશે. સિરીઝનું મુખ્ય આકર્ષણ ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી છે જેણે હાલમાં જ સીનિયર ટીમમાં પણ સ્થાન મેળવ્યું છે.
ત્રિકોણીય વન-ડે સિરીઝનું શેડ્યુલ
૯ જૂન : શ્રીલંકા vs ભારત
૧૧ જૂન : ભારત vs અફઘાનિસ્તાન
૧૩ જૂન : શ્રીલંકા vs અફઘાનિસ્તાન
૧૫ જૂન : શ્રીલંકા vs ભારત
૧૭ જૂન : ભારત vs અફઘાનિસ્તાન
૧૯ જૂન : શ્રીલંકા vs અફઘાનિસ્તાન
૨૧ જૂન : ફાઇનલ મૅચ
હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે તું જ્યારે ઇન્ડિયા A માટે કૅપ્ટન્સી કરે ત્યારે ધ્યાનમાં રાખજે કે તારે સીનિયર ટીમ માટે પણ આવું કરવા તૈયાર રહેવાનું છે
- ભારતનો નવો T20 વાઇસ-કૅપ્ટન તિલક વર્મા
