ઑસ્ટ્રેલિયાએ શ્રીલંકાને ૭ વિકેટે કચડી નાખ્યું : સ્ટોઇનિસના ઑસ્ટ્રેલિયા વતી ૧૭ બૉલમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી
માર્કસ સ્ટોઇનિસ
વેસ્ટ ઇન્ડીઝ એકમાત્ર દેશ છે જે બે વખત ટી૨૦ વર્લ્ડ કપ જીત્યું છે અને ભૂતપૂર્વ કૅપ્ટન ડૅરેન સૅમી એ બન્ને ચૅમ્પિયનપદ વખતે કૅરિબિયન ટીમનો કૅપ્ટન હતો. જોકે ગઈ કાલે સૅમીએ ભારે હૃદયે ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ (૫૯ અણનમ, ૧૮ બૉલ, છ સિક્સર, ચાર ફોર)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપ્યો હશે. એનું કારણ એ છે કે સૅમીની સૌથી ફેવરિટ વેસ્ટ ઇન્ડીઝની ટીમ આ વખતે સુપર-12 રાઉન્ડ પહેલાં જ સ્પર્ધાની બહાર થઈ છે. સ્ટોઇનિસે ૧૭ બૉલમાં ૫૦ રન પૂરા કરીને ઑસ્ટ્રેલિયાના ફાસ્ટેસ્ટ ટી૨૦ હાફ સેન્ચુરિયન તરીકેનું નામ રેકૉર્ડ-બુકમાં અંકિત કર્યું છે.
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે શ્રીલંકાને પર્થના મુકાબલામાં ૨૧ બૉલ બાકી રાખીને ૭ વિકેટના માર્જિનથી હરાવીને બે પૉઇન્ટ મેળવવાની સાથે રન-રેટ (-૧.૫૫૫) પણ સુધારી લીધો હતો. કાંગારૂઓ શનિવારે પ્રથમ મૅચમાં ન્યુ ઝીલૅન્ડ સામે હારી ગયા બાદ તેમણે ગઈ કાલે એ પરાજયને થોડો ભુલાવી દીધો છે.
ADVERTISEMENT
શ્રીલંકાએ બૅટિંગ મળ્યા બાદ ૬ વિકેટે ૧૫૭ રન બનાવ્યા હતા, જેમાં ઓપનર પથુમ નિસન્કાના ૪૦ રન અને ચરિથ અસલંકાના અણનમ ૩૮નો સમાવેશ હતો. ઑસ્ટ્રેલિયાના સાતમાંથી પાંચ બોલર્સને એક-એક વિકેટ લેવામાં સફળતા મળી હતી. ઑસ્ટ્રેલિયાએ ૧૬.૩ ઓવરમાં ૩ વિકેટે ૧૫૮ રન બનાવી લીધા હતા, એમાં કૅપ્ટન ઍરોન ફિન્ચનું અણનમ ૩૧ રનનું અને ગ્લેન મૅક્સવેલના ૨૩ રનનું પણ યોગદાન હતું.
આજે કઈ મૅચ?
ઇંગ્લૅન્ડ v/s આયરલૅન્ડ : મેલબર્ન, સવારે ૯.૩૦ વાગ્યાથી
અફઘાનિસ્તાન v/s ન્યુ ઝીલૅન્ડ : મેલબર્ન, બપોરે ૧.૩૦ વાગ્યાથી
આવતી કાલે કઈ મૅચ?
બંગલાદેશ v/s સાઉથ આફ્રિકા : સિડની, સવારે ૮.૩૦ વાગ્યાથી
ભારત v/s નેધરલૅન્ડ્સ : સિડની, બપોરે ૧૨.૩૦ વાગ્યાથી
પાકિસ્તાન v/s ઝિમ્બાબ્વે : પર્થ, સાંજે ૪.૩૦ વાગ્યાથી

