ભટિંડાના જતિન કશ્યપે પંજાબમાં જિલ્લા સ્તરની મૅચમાં અમ્પાયરિંગ કર્યું છે, પણ તેઓ ક્રિકેટ બોર્ડની પૅનલમાં સામેલ નથી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ભારતના અમ્પાયર જતિન કશ્યપ પર ઍન્ટિ-કરપ્શન વિશેના નિયમના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. આઇસીસીએ તેની સામેના આરોપ વિશે વધુ સ્પષ્ટતા નથી કરી. ભટિંડાના જતિન કશ્યપે પંજાબમાં જિલ્લા સ્તરની મૅચમાં અમ્પાયરિંગ કર્યું છે, પણ તેઓ ક્રિકેટ બોર્ડની પૅનલમાં સામેલ નથી. આઇસીસીએ કશ્યપને તેમની સામેના આરોપ વિશે સ્પષ્ટતા કરવા ૧૪ દિવસનો સમય આપ્યો છે.