Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દારૂના ઓવરડોઝને કારણે બગડી હતી તબિયત : ગ્લેન મૅક્સવેલ

દારૂના ઓવરડોઝને કારણે બગડી હતી તબિયત : ગ્લેન મૅક્સવેલ

13 February, 2024 07:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં વિન્ડીઝ સામે ટી૨૦ મૅચમાં સદી ફટકારી મૅક્સવેલે રોહિત શર્માના રેકૉર્ડની બરોબરી કરી હતી

ગ્લેન મૅક્સવેલ

ગ્લેન મૅક્સવેલ


ટી૨૦ ક્રિકેટમાં પાંચમી સદી ફટકારીને રોહિત શર્માની બરાબરી કરનાર ઑસ્ટ્રેલિયાના વિસ્ફોટક ક્રિકેટર ગ્લેન મૅક્સવેલ ફરી ચર્ચામાં છે. ગ્લેન મૅક્સવેલ થોડા દિવસ પહેલાં સાથી-ક્રિકેટર બ્રેટ લીના રૉક બૅન્ડ ‘સિક્સ ઍન્ડ આઉટ’નો શો જોવા ઍડીલેડ ગયો હતો. ત્યાર બાદ તેણે પબમાં જોરદાર પાર્ટી કરી હતી એને કારણે તેની તબિયત લથડી હતી અને ઍમ્બ્યુલન્સ બોલાવીને મૅક્સવેલને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેને ટૂંક સમયમાં હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઑસ્ટ્રેલિયન ક્રિકેટર પૅટ કમિન્સ સહિત ક્રિકેટચાહકોએ મૅક્સવેલની આ હરકતની ટીકા કરી હતી.


આ ઘટનાથી મારા પરિવારને વધુ અસર પહોંચી હતી
આ ઘટના વિશે વાત કરતાં મૅક્સવેલે એક ઇન્ટરવ્યુમાં  કહ્યું કે ‘મને લાગે છે કે આ ઘટના બાદ મારા પરિવારને થોડી વધુ અસર પહોંચી હતી. હું જાણતો હતો કે એ સમયે મારી રજા હતી એટલે મેં પબમાં પાર્ટી કરી હતી. દારૂના ઓવરડોઝને કારણે મારી તબિયત બગડી હતી. જોકે હું હવે મારા જિમમાં પાછો ફર્યો છું. મેં મેદાન પર આવ્યા બાદ ખરેખર તાજગીનો અનુભવ કર્યો છે. મારું ધ્યાન હવે ટી૨૦ સિરીઝ પર છે.’



વિન્ડીઝ સામે ૫૦ બૉલમાં ફટકારી હતી સદી
ગ્લેન મૅક્સવેલે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી૨૦માં માત્ર ૨૫ બૉલમાં ૪ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી અડધી સદી પૂરી કરી હતી. ત્યાર બાદ તેણે બીજા ૨૫ બૉલમાં બીજા ૫૦ રન કરીને સેન્ચુરી પૂરી કરી હતી, એટલે કે કુલ ૫૦ બૉલનો સામનો કરીને ગ્લેન મૅક્સવેલે ૯ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી ટી૨૦ ઇન્ટરનૅશનલમાં તેની પાંચમી સદી ફટકારી હતી. આ રીતે તેણે ટી૨૦માં પાંચ સદીના રોહિત શર્માના રેકૉર્ડની બરાબરી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2024 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK