આ વખતે ગર્લ્સ અન્ડર-15 વર્ગ માટેની ૫૦ ઓવરની મૅચનું આયોજન શરૂ થઈ ગયું છે

ઘાટકોપર જૉલી જિમખાનાની ઐતિહાસિક સિદ્ધિ
ઘાટકોપર જૉલી જિમખાનામાં ૨૦૨૧માં એમસીએ સાથેના સહયોગમાં લેડીઝ સિંગલ વિકેટ ટુર્નામેન્ટના સુંદર અને સફળ આયોજન બાદ આ વખતે ગર્લ્સ અન્ડર-15 વર્ગ માટેની ૫૦ ઓવરની મૅચનું આયોજન શરૂ થઈ ગયું છે. ૧૭મીએ એમસીએના હોદ્દેદારો તથા ઘાટકોપર જૉલી જિમખાનાના ચૅરમૅન રજનીભાઈ શાહ અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો આરંભ થયો છે જે પચીસમી નવેમ્બર સુધી ચાલશે. સિલેક્શન ટ્રાયલની આ સ્પર્ધાનું આયોજન કરવામાં મુંબઈમાં ઘાટકોપર જૉલી જિમખાના સૌપ્રથમ છે.
જિમખાનાના ચૅરમૅન, મૅનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ અજમેરા, સમસ્ત ટ્રસ્ટીગણ તેમ જ મૅનેજિંગ કમિટીના મેમ્બર્સનો ક્રિકેટ સબ-કમિટીને આ આયોજન માટે સંપૂર્ણ સહયોગ
મળ્યો છે.
આ સ્પર્ધા દરમ્યાન એમસીએના સિલેક્ટરો ૫૬માંથી ૧૮ ખેલાડીને સિલેક્ટ કરશે, જેઓ બીસીસીઆઇની ટુર્નામેન્ટમાં મુંબઈની ટીમનું પ્રતિનિધિત્વ કરશે.