‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની ત્રીજી સીઝન ૨૧ જૂનથી નેટફ્લિક્સ પર શરૂ થશે.
અભિષેક શર્મા, રિષભ પંત અને યુઝવેન્દ્ર ચહલ. ગૌતમ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના સેટ પર
‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની ત્રીજી સીઝન ૨૧ જૂનથી નેટફ્લિક્સ પર શરૂ થશે. આગામી સીઝનના એક એપિસોડના શૂટિંગ માટે આ કૉમેડી શોના સેટ પર ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર, ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલના કૉમેન્ટેટર નવજોત સિંહ સિદ્ધુ તથા અભિષેક શર્મા, રિષભ પંત અને યુઝવેન્દ્ર ચહલ સહિતના સ્ટાર ક્રિકેટર્સ પહોંચ્યા હતા. ક્રિકેટના મેદાન પર ગંભીર રહેતો ભારતીય હેડ કોચ ગૌતમ આ શોમાં દિલ ખોલીને હસતો જોવા મળશે કે નહીં એના પર સૌની નજર રહેશે.

