ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શરૂ થયેલી દિલ્હી બૉય્સની આ રાઇવરલીનો એન્ડ ક્યારેય નહીં આવશે.
વિરાટ કોહલી
ગઈ કાલની કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) વચ્ચેની મૅચ પહેલાં સોશ્યલ મીડિયા પર આ બન્ને ટીમના દિગ્ગજો વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના પ્રૅક્ટિસ સેશન દરમ્યાનનો એક ફોટો વાઇરલ થયો હતો. KKRના મેન્ટર ગૌતમ ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સના એક પ્રોગ્રામમાં નિવેદન આપ્યું હતું કે ‘એક એવી ટીમ જેને હું દરેક વખતે હરાવવા માગું છું, મારા સપનામાં પણ એને જીતતી જોવા નથી માગતો, એ ટીમ RCB છે. આ ટીમ કંઈ જ જીતી શકી નથી, પરંતુ એમ છતાં તેઓ માને છે કે તેમણે બધું જીતી લીધું છે.’ આ નિવેદન પરથી લાગી રહ્યું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શરૂ થયેલી દિલ્હી બૉય્સની આ રાઇવરલીનો એન્ડ ક્યારેય નહીં આવશે.

