સુનીલ ગાવસકર અને રવિ શાસ્ત્રી અંગત તથા પ્રોફેશનલ એન્ગેજમેન્ટ્સના કારણસર નહોતા આવી શક્યા

વડોદરામાં અંશુમાન ગાયકવાડના બર્થ-ડે સેલિબ્રેશનમાં સાથીઓ પણ જોડાયા
ભૂતપૂર્વ ભારતીય બૅટર અને ભૂતપૂર્વ કોચ અંશુમાન ગાયકવાડે સોમવારે વડોદરામાં ૭૦મો જન્મદિન વીતેલાં વર્ષોના સાથી-ખેલાડીઓ મોહિન્દર અમરનાથ, દિલીપ વેન્ગસરકર, કરસન ઘાવરી, યજુર્વેન્દ્ર સિંહ, ભરત રેડ્ડી તેમ જ રૉજર બિન્ની સાથે ઊજવ્યો હતો. સુનીલ ગાવસકર અને રવિ શાસ્ત્રી અંગત તથા પ્રોફેશનલ એન્ગેજમેન્ટ્સના કારણસર નહોતા આવી શક્યા. મહેમાન ખેલાડીઓ ઘણા કલાક સુધી ગાયકવાડના ઘરે રોકાયા હતા અને બધાએ લંચ પછી ડિનર પણ માણ્યું હતું.