૩ વાર આઇસીસી અમ્પાયર ઑફ ધ યરનો અવૉર્ડ જીતનાર મેરેસ ઇરાસ્મસ ૭૦૦થી વધુ મૅચમાં અમ્પાયરિંગનો અનુભવ ધરાવે છે.
બ્રુક ઑક્ઝેનફર્ડ, પૉલ વિલ્સન, મેરેસ ઇરાસ્મસ
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને અમ્પાયર રહી ચૂકેલા બ્રુક ઑક્ઝેનફર્ડ અને પૉલ વિલ્સને એકસાથે રિટાયરમેન્ટ જાહેર કર્યું છે. ૬૩ વર્ષના બ્રુક ઑક્ઝેનફર્ડે કરીઅરમાં કુલ ૬૨૩ મૅચમાં અને બાવન વર્ષના પૉલ વિલ્સને ૪૧૩ મૅચમાં અમ્પાયરિંગ કર્યું હતું. સાઉથ આફ્રિકાના ૬૦ વર્ષના મેરેસ ઇરાસ્મસે પણ ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડની ટેસ્ટ સિરીઝ વચ્ચે રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે. ૩ વાર આઇસીસી અમ્પાયર ઑફ ધ યરનો અવૉર્ડ જીતનાર મેરેસ ઇરાસ્મસ ૭૦૦થી વધુ મૅચમાં અમ્પાયરિંગનો અનુભવ ધરાવે છે. ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડની પ્રથમ ટેસ્ટમાં તેઓ ક્રિકેટના મેદાન પર અંતિમ વાર અમ્પાયરિંગ કરતા જોવા મળશે.