Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે WPL 2026ની એલિમિનેટર મૅચમાં દિલ્હી કૅપિટલ્સ-ગુજરાત જાયન્ટ્સની ટક્કર

આજે WPL 2026ની એલિમિનેટર મૅચમાં દિલ્હી કૅપિટલ્સ-ગુજરાત જાયન્ટ્સની ટક્કર

Published : 03 February, 2026 12:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩ વખતની ફાઇનલિસ્ટ દિલ્હી સામે ગુજરાત પહેલી વખત ફાઇનલમાં પહોંચવાનો ટાર્ગેટ રાખશે

વિમેન્સ પ્રીમિયર લીગના ઇતિહાસમાં બન્ને ટીમ ૮ વખત સામસામે રમી છે

વિમેન્સ પ્રીમિયર લીગના ઇતિહાસમાં બન્ને ટીમ ૮ વખત સામસામે રમી છે


બરોડાના કોટંબી સ્ટેડિયમમાં આજે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની એલિમિનેટર મૅચ રમાશે. મેગ લૅનિંગની કૅપ્ટન્સીમાં પહેલી૩ સીઝનમાં ડાયરેક્ટ ફાઇનલમાં એન્ટ્રી કરનાર દિલ્હી કૅપિટલ્સ પહેલી વખત પ્લેઑફ મૅચ રમશે. ગુજરાત જાયન્ટ્સ સતત બીજી વખત એલિમિનેટર મૅચ રમશે. છેલ્લી સીઝનમાં ગુજરાતને પ્લેઑફ મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

વિમેન્સ પ્રીમિયર લીગના ઇતિહાસમાં બન્ને ટીમ ૮ વખત સામસામે રમી છે. બન્ને ટીમે એકબીજા સામે ૪-૪ મૅચ જીતી છે. વર્તમાન સીઝનની બન્ને લીગ મૅચમાં ઍશ્લી ગાર્ડનરની ગુજરાતે જેમિમા રૉડ્રિગ્સની દિલ્હીને ૪ રન અને ૩ રનના નાના અંતરથી માત આપી છે. દિલ્હી સામે સતત ચોથી વખત ફાઇનલમાં એન્ટ્રી મારવાનું પ્રેશર રહેશે, જ્યારે સતત ૩ મૅચથી અજેય રહેલી ગુજરાતની ટીમ પહેલી વખત ફાઇનલમાં પહોંચવાના ટાર્ગેટ સાથે મેદાન પર ઊતરશે. 


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK