Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News In Short: ક્રિકેટર વેદા કૃષ્ણમૂર્તિએ મમ્મીની જન્મતિથિએ કર્યાં લગ્ન

News In Short: ક્રિકેટર વેદા કૃષ્ણમૂર્તિએ મમ્મીની જન્મતિથિએ કર્યાં લગ્ન

Published : 14 January, 2023 07:27 PM | Modified : 14 January, 2023 08:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેદાનાં મમ્મી ચેલુવમ્બા દેવીનું ૨૦૨૧માં ૬૭ વર્ષની ઉંમરે કોવિડને કારણે શરીરમાં થયેલી બીમારીઓને લીધે મૃત્યુ થયું હતું

ક્રિકેટર વેદા કૃષ્ણમૂર્તિએ મમ્મીની જન્મતિથિએ કર્યાં લગ્ન

ક્રિકેટર વેદા કૃષ્ણમૂર્તિએ મમ્મીની જન્મતિથિએ કર્યાં લગ્ન


ભારતની મુખ્ય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી વેદા કૃષ્ણમૂર્તિએ ગુરુવારે તેની મમ્મીની જન્મતિથિએ લગ્ન કર્યાં હતાં. વેદાનાં મમ્મી ચેલુવમ્બા દેવીનું ૨૦૨૧માં ૬૭ વર્ષની ઉંમરે કોવિડને કારણે શરીરમાં થયેલી બીમારીઓને લીધે મૃત્યુ થયું હતું. બે અઠવાડિયાં પછી વેદાની ૪૨ વર્ષની બહેન વત્સલાનું પણ કોરોના વાઇરસને લીધે મૃત્યુ થયું હતું. વેદાએ ગુરુવારે કર્ણાટકના ફર્સ્ટ ક્લાસ સ્તરના ક્રિકેટર અર્જુન હોયસલા સાથે સાદાઈથી (રજિસ્ટર્ડ) મૅરેજ કર્યાં છે. વેદાએ ઇન્સ્ટાગ્રામ પર અર્જુન માટે લખ્યું, ‘મેરી જાન અબ તેરી હુઇ. ધ્યાન રખના.’

એસએ૨૦ લીગમાં જોહનિસબર્ગ અને પ્રીટોરિયાની ટીમ જીતી



સાઉથ આફ્રિકાની એસએ૨૦ નામની નવી ટી૨૦ લીગમાં સૌથી પહેલી મૅચ મુંબઈ ઇન્ડિયન્સ કેપ ટાઉને જીતી લીધા પછી બુધવારે બીજી મૅચમાં ફૅફ ડુ પ્લેસીના સુકાનમાં જૉબર્ગ સુપર કિંગ્સે (૧૯૦/૬) ડિકૉકની ડરબન્સ સુપર જાયન્ટ્સ (૧૭૪/૫) ટીમને ૧૬ રનથી પરાજિત કરી હતી. ડોનોવાન ફરેરા (૮૨ અણનમ, ૪૦ બૉલ, પાંચ સિક્સર, આઠ ફોર તેમ જ ૨૮ રનમાં એક વિકેટ) આ જીતનો હીરો હતો. ગુરુવારે વેઇન પાર્નેલના નેતૃત્વમાં પ્રીટોરિયા કૅપિટલ્સે (૧૯૩/૬) ફિલ સૉલ્ટના અણનમ ૭૭ રનની મદદથી સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ (૧૭૦/૫) ટીમને ૨૩ રનથી પરાજિત કરી હતી.


મેસી-ઍમ્બપ્પે અવૉર્ડ માટે નૉમિનેટ, રોનાલ્ડોની બાદબાકી

કતાર વર્લ્ડ કપનો સુપરસ્ટાર આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી અને ફ્રાન્સનો કીલિયાન ઍમ્બપ્પે ફિફા બેસ્ટ મેન્સ પ્લેયર અવૉર્ડ-૨૦૨૨ માટે નૉમિનેટ થયા છે. જોકે અગાઉ બે વખત આ પુરસ્કાર જીતી ચૂકેલા પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને આ વખતના અવૉર્ડ માટેના શૉર્ટલિસ્ટમાં સ્થાન નથી મળ્યું.


લબુશેનને અશ્વિનને ચેસમાં હરાવવો જ છે

ભારતીય ટીમમાં જેમ રવિચન્દ્રન અશ્વિન ચેસની રમતમાં પણ કુશળ છે એમ ઑસ્ટ્રેલિયન ટીમમાં માર્નસ લબુશેનને પણ ચેસનો જબરો ક્રેઝ છે. ૨૦૨૦માં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં અશ્વિને બે વખત લબુશેનને આઉટ કર્યો હતો, પરંતુ આવતા મહિને ઑસ્ટ્રેલિયાની ટીમ ચાર ટેસ્ટ રમવા ભારત આવશે ત્યારે ફુરસદના દિવસો દરમ્યાન લબુશેન ચેસમાં પણ અશ્વિનનો સામનો કરવા માગે છે. લબુશેનના મતે અશ્વિન સામેની ‘ગેમ ઑફ ચેસ’ રમવા તે ઉત્સુક છે.

કસાત્કિના-બેન્સિકનો વૉકઓવરને લીધે સીધો ફાઇનલ-પ્રવેશ

ઑસ્ટ્રેલિયન ઓપન પહેલાંની છેલ્લી મોટી સ્પર્ધા ઍડીલેડ ઇન્ટરનૅશનલમાં ગઈ કાલે દારિયા કસાત્કિના અને બેલિન્ડા બેન્સિક આજની ફાઇનલમાં પહોંચી ગઈ હતી. યોગાનુયોગ, બન્ને ખેલાડીને સેમી ફાઇનલમાં વૉકઓવર મળતાં તેમનો ફાઇનલમાં સીધો પ્રવેશ થયો હતો. પૉઉલા બડોસાએ જમણી સાથળની ઈજાને લીધે સેમી ફાઇનલમાં રમવાનું ટાળતાં કસાત્કિના નિર્ણાયક મુકાબલામાં પહોંચી હતી, જ્યારે વેરોનિકા કુડરમીટોવા પણ પગની ઇન્જરીને લીધે સ્પર્ધામાંથી નીકળી જતાં બેન્સિકને ફાઇનલમાં જવા મળ્યું હતું. કસાત્કિના અને બેન્સિક જુનિયર ટેનિસના સમયમાં પાંચ વાર સામસામે રમી હતી, જેમાં કસાત્સિકા ૩-૨થી આગળ હતી.

મલેશિયામાં પ્રણોય હાર્યો, પણ સત્વિક-ચિરાગ સેમીમાં

ભારતનો ટોચનો બૅડ્મિન્ટન ખેલાડી એચ. એસ. પ્રણોય ગઈ કાલે ક્વાલા લમ્પુરની મલેશિયન ઓપનની ૮૪ મિનિટની ભારે સંઘર્ષપૂર્ણ ક્વૉર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર-૭ જપાનના કોડાઈ નારાઓકા સામે ૧૬-૨૧, ૨૧-૧૯, ૧૦-૨૧થી હારી ગયો હતો. કેરલાનો પ્રણોય નારાઓકા સામે સતત ત્રીજી વાર હાર્યો છે. ભારતના બીજા ટોચના ખેલાડીઓ આ પહેલાં જ સ્પર્ધાની બહાર થઈ ગયા હતા. જોકે ગઈ કાલે ભારતના સત્વિકસાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી વર્લ્ડ ટૂર ફાઇનલ્સના ચૅમ્પિયનો લિયુ ચેન-ઓઉ યીને ૧૭-૨૧, ૨૨-૨૦, ૨૧-૯થી હરાવીને સેમીમાં પહોંચી હતી.

આવતી કાલની મુંબઈ મૅરથોનના ટોચના રનર્સ

ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની નજીક પોઝ આપી રહેલા રવિવારની ટાટા મુંબઈ મૅરથોનના ટોચના રનર્સ. પછીથી તેઓ પત્રકારોને મળ્યા હતા. આ રનર્સમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ડેરારા હુરિસા અને લેમી બેરહાનુ, ફિલેમૉન રૉનો તેમ જ મહિલા રનર્સ વર્કનેશ આલેમુ, શેરૉન ચેરૉપ, રોડાહ જેપકોઇર તાનુઇનો સમાવેશ હતો. છ કૅટેગરીમાં કુલ ૫૫,૦૦૦ ઍમેટર્સ પણ આ મૅરથોનમાં ભાગ લેશે. વિજેતા મુખ્ય રનરને ૪૫,૦૦૦ ડૉલરનું ઇનામ અપાશે. તસવીર: અનુરાગ આહિરે

Whatsapp-channel Whatsapp-channel

14 January, 2023 08:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK