ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (BCCI)એ ગુરુવારે પોતાની ક્રિકેટ સલાહકાર સમિતિની જાહેરાત કરી છે. ત્રણ સભ્યની સમિતિમાં અસોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને સુલક્ષણા નાઇક સામેલ છે. આ કમિટિ નવી સમિતિની પસંદગી કરશે.

પ્રતીકાત્મક તસવીર
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (BCCI)એ ગુરુવારે પોતાની ક્રિકેટ સલાહકાર સમિતિની જાહેરાત કરી છે. ત્રણ સભ્યની સમિતિમાં અશોક મલ્હોત્રા (Ashok Malhotra), જતિન પરાંજપે (Jatin Paranjpe) અને સુલક્ષણા નાઇક (Sulakshana Naik) સામેલ છે. આ કમિટિ નવી સમિતિની પસંદગી કરશે.
ત્રણ સભ્યની સમિતિના નવા સભ્ય અશોક મલ્હોત્રાએ 7 ટેસ્ટ અને 20 વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને હાલ ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કામ કર્યું છે. પરાંજપે ભારત માટે 4 વનડે મેચ રમ્યા છે અને તે વરિષ્ઠ પુરુષોની પસંદગી સમિતિનો ભાગ હતા.
ADVERTISEMENT
સુલક્ષણા નાઈક હજી પણ ત્રણ સભ્યની CACનો ભાગ બન્યાં છે. આ પહેલા તે પૂર્વ ભારતીય ઑલરાઉન્ડર મદન લાલ, આર પી સિંહ સાથે સીએસીનો ભાગ હતી. નાઈક પોતાના 11 વર્ષના કરિઅર દરમિયાન ભારત માટે બે ટેસ્ટ, 46 વનડે અને 31 T20I રમ્યાં છે.
આ પણ વાંચો : હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર વચ્ચે આવતી કાલે ફાઇનલ
ભારતીય ક્રિકેટ બૉર્ડે ગયા મહિને ચેતન શર્માની આગેવાનીવાળી ચાર સભ્યની રાષ્ટ્રીય પસંદગી સમિતિને રદ કરી દીધી, જેના પછી ત્રણ સભ્યની સમિતિ અશોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને સુલક્ષણા નાઇક પર હાલ રાષ્ટ્રીય પસંદગી સમિતિ પસંદગીની મોટી જવાબદારી હશે.

