આજથી સાઉથ આફ્રિકા અને બંગલાદેશની ક્રિકેટ ટીમ વચ્ચે બે મૅચની ટેસ્ટ-સિરીઝની બીજી ટેસ્ટ રમાશે. ઢાકા ટેસ્ટ ૭ વિકેટે જીતીને સાઉથ આફ્રિકાએ સિરીઝમાં લીડ મેળવી લીધી છે જેને કારણે યજમાન ટીમ આજથી ચટ્ટોગ્રામના ઝહુર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં લાજ બચાવવા ઊતરશે.
બંગલાદેશની ક્રિકેટ ટીમ
આજથી સાઉથ આફ્રિકા અને બંગલાદેશની ક્રિકેટ ટીમ વચ્ચે બે મૅચની ટેસ્ટ-સિરીઝની બીજી ટેસ્ટ રમાશે. ઢાકા ટેસ્ટ ૭ વિકેટે જીતીને સાઉથ આફ્રિકાએ સિરીઝમાં લીડ મેળવી લીધી છે જેને કારણે યજમાન ટીમ આજથી ચટ્ટોગ્રામના ઝહુર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં લાજ બચાવવા ઊતરશે. પાકિસ્તાન સામે ઐતિહાસિક ટેસ્ટ-સિરીઝ જીત્યા બાદ ભારત સામે ટેસ્ટ-સિરીઝ હારનાર બંગલાદેશી ટીમ સાઉથ આફ્રિકા સામે ક્યારેય ટેસ્ટ જીતી શક્યું નથી.
ચટ્ટોગ્રામના આ સ્ટેડિયમમાં બંગલાદેશની ટીમ માત્ર બે ટેસ્ટ જીતી છે. આ મેદાન પર બંગલાદેશ ૨૪ ટેસ્ટ રમ્યું છે જેમાંથી સાત ટેસ્ટ ડ્રૉ રહી છે અને ૧૫ ટેસ્ટમાં વિદેશી ટીમની જીત થઈ છે. આ મેદાન પર બંગલાદેશની ટીમ ૨૦૧૪માં ઝિમ્બાબ્વેને અને ૨૦૧૮માં વેસ્ટ ઇન્ડીઝને હરાવવામાં સફળ રહી હતી. સાઉથ આફ્રિકાએ આ મેદાન પર ૨૦૦૮માં બંગલાદેશને એક ઇનિંગ્સ અને ૨૦૫ રનથી હરાવ્યું હતું, જ્યારે ૨૦૧૫માં બન્ને ટીમ વચ્ચેની ટેસ્ટ ડ્રૉ રહી હતી.