૨૮ વર્ષ બાદ પાકિસ્તાનની ટીમ કોઈ સ્પેશ્યલિસ્ટ સ્પિનર વગર ટેસ્ટ રમી રહી છે
ટેસ્ટસિરીઝની ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન
આજે સવારથી રાવલપિંડીમાં પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચે બે ટેસ્ટની સિરીઝ શરૂ થશે. બન્ને દેશ વચ્ચે રમાયેલી ૧૩ ટેસ્ટસિરીઝમાં પાકિસ્તાન ૧૨ મૅચ જીત્યું છે, જ્યારે એક મૅચ ડ્રૉ રહી છે. બંગલાદેશની ટીમ ટેસ્ટ ઇતિહાસમાં એક પણ વાર પાકિસ્તાનની ટીમ સામે જીતી શકી નથી. આ ટેસ્ટસિરીઝ દરમ્યાન બંગલાદેશ સામે ઇતિહાસ રચવાની તક હશે. ૨૮ વર્ષ બાદ પાકિસ્તાનની ટીમ કોઈ સ્પેશ્યલિસ્ટ સ્પિનર વગર ટેસ્ટ રમી રહી છે. પાકિસ્તાનની ટીમ ૨૦૨૧ બાદ ટેસ્ટમૅચ જીતી શકી નથી.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ રૅન્કિંગ્સમાં બંગલાદેશ ૯ ટીમમાં આઠમા સ્થાને છે. વેસ્ટ ઇન્ડીઝની જેમ આ ટીમ પણ ફાઇનલિસ્ટ બનવાની રેસમાંથી બહાર છે. પાકિસ્તાન ૩૬.૬૭ પૉઇન્ટ ટકાવારી સાથે આ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે. ૨૦૨૫ની ૧ જૂને ફાઇનલિસ્ટ બનવા માટે આગામી ૯ ટેસ્ટમૅચ જીતવી પડશે. જોકે એ અસંભવ છે એટલે કે આ ટીમે અન્ય ટીમનાં પરિણામ પર આધાર રાખવો પડશે.


