અનેક ખેલાડીઓ અને ચાહકોએ તેમને શુભેચ્છાઓ આપી હતી. મૅગને માર્ચમાં ટ્વિટર પર ફોટો પોસ્ટ કરીને ચાહકોને આ ગુડ ન્યૂઝ આપ્યા હતા. હવે બેબી બમ્પ સાથે ફોટો શૅર કરીને ચાહકોની ખુશી બમણી કરી દીધી હતી.
ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરનાર મહિલા ક્રિકેટર બનશે પેરન્ટ
ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર મૅગન શ્યૂટે ૨૦૧૯માં તેની ગર્લફ્રેન્ડ જૅસ હૉલિયોકસાથે લગ્ન કર્યાં હતાં. હવે આ કપલના ઘરે નવેમ્બરમાં નાનકડા મહેમાનની પધરામણી થવાની છે. હાલમાં જ આ લેસ્બિયન કપલ ટ્રેકિંગ પર ગયું હતું, જ્યાં તેમણે પ્રેગ્નન્સીનું ફોટોશૂટ કર્યું હતું. આ ફોટો સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થયા હતા. અનેક ખેલાડીઓ અને ચાહકોએ તેમને શુભેચ્છાઓ આપી હતી. મૅગને માર્ચમાં ટ્વિટર પર ફોટો પોસ્ટ કરીને ચાહકોને આ ગુડ ન્યૂઝ આપ્યા હતા. હવે બેબી બમ્પ સાથે ફોટો શૅર કરીને ચાહકોની ખુશી બમણી કરી દીધી હતી.
બન્નેની મુલાકાત બ્રિસ્બેનના નૅશનલ ક્રિકેટ સેન્ટરમાં થઈ હતી. મૅગન ઑસ્ટ્રેલિયન ટીમની પેસ બોલર છે, જ્યારે તેની પાર્ટનર જેસ ટીમની ફૅસિલિટી મૅનેજર તરીકે કામ કરે છે. લગ્ન બાદ તરત જ બન્ને બાળક માટે વિચારતી હતી, પણ સમલૈંગિક હોવાથી તેમની પાસે સીમિત વિકલ્પ હતા. આથી બન્નેએ રેસિપ્રોકલ આઇવીએફ દ્વારા પેરન્ટ્સ બનવાનું નક્કી કર્યું હતું. જોકે સોશ્યલ મીડિયામાં આ લેસ્બિયન કપલ ગર્ભવતી બનતાં ઘણાએ શંકા વ્યક્ત કરી હતી જેથી તેઓ ખૂબ જ નારાજ થઈ હતી.


