આઇસીસીએ ઇન્દોરની પિચના રિપોર્ટમાં જણાવ્યું હતું કે મૅચના પાંચમા બૉલથી જ પિચ તૂટવા માંડી હતી અને સતત તૂટતી રહી હતી. સમગ્ર મૅચ દરમ્યાન બૉલ અસમાન રીતે બાઉન્સ થતો હતો.
સુનીલ ગાવસ્કર
ઇન્દોરની પિચને નબળી જાહેર કરવાના આઇસીસીના નિર્ણય સામે સુનીલ ગાવસકરે નારાજગી વ્યક્ત કરી હતી. ગાવસકરને આઇસીસી દ્વારા ૩ ડીમેરિટ પૉઇન્ટ્સ આપવાની વાત પસંદ આવી નથી. ગાવસકરે કહ્યું કે ‘હું એક વાત જાણવા માગું છું કે નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયાના બ્રિસબેનના ગૅબામાં ટેસ્ટ-મૅચ રમાઈ હતી, જે મૅચ બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી. એ પિચને કેટલા ડીમેરિટ પૉઇન્ટ્સ આપવામાં આવ્યા હતા અને ત્યાં મૅચ-રેફરી કોણ હતા?’ આઇસીસીએ ઇન્દોરની પિચના રિપોર્ટમાં જણાવ્યું હતું કે મૅચના પાંચમા બૉલથી જ પિચ તૂટવા માંડી હતી અને સતત તૂટતી રહી હતી. સમગ્ર મૅચ દરમ્યાન બૉલ અસમાન રીતે બાઉન્સ થતો હતો.