અશ્વિને પોતાની યુટ્યુબ ચૅનલ પર ચર્ચા દરમ્યાન કહ્યું હતું કે ‘મને ૨૦૨૭ વર્લ્ડ કપ પછી વન-ડેના ભવિષ્ય વિશે ખાતરી નથી. હું તેના વિશે થોડો ચિંતિત છું.’
રવિચન્દ્રન અશ્વિન
ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને વન-ડે ફૉર્મેટના ભવિષ્ય વિશે મોટું નિવેદન આપ્યું છે. અશ્વિને પોતાની યુટ્યુબ ચૅનલ પર ચર્ચા દરમ્યાન કહ્યું હતું કે ‘મને ૨૦૨૭ વર્લ્ડ કપ પછી વન-ડેના ભવિષ્ય વિશે ખાતરી નથી. હું તેના વિશે થોડો ચિંતિત છું.’
૩૯ વર્ષનો અશ્વિન વધુમાં કહે છે, ‘રોહિત શર્મા અને વિરાટ કોહલી વિજય હઝારે ટ્રોફીમાં પાછા ફર્યા એને કારણે લોકોએ એ જોવાનું શરૂ કર્યું. આપણે જાણીએ છીએ કે રમત હંમેશાં વ્યક્તિઓ કરતાં મોટી હોય છે, પરંતુ ક્યારેક આ ખેલાડીઓએ રમતને સુસંગત બનાવવા માટે પાછા આવવું પડે છે. વિજય હઝારે ટ્રોફી એક ડોમેસ્ટિક સ્પર્ધા છે જેને ઘણા લોકો ફૉલો નથી કરતા પરંતુ તેઓ હવે એટલા માટે જુએ છે કે એમાં વિરાટ અને રોહિત રમતા હતા. જ્યારે તેઓ વન-ડે ફૉર્મેટ રમવાનું બંધ કરશે ત્યારે શું થશે?’


