ટ્રોલિંગ વચ્ચે ભૂતપૂર્વ CSK પ્લેયર રાયુડુએ ધોની માટે લખ્યું... ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના આઇકૉન એમ. એસ. ધોનીના ચાહક હોવાની ટીકા વચ્ચે ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન અને IPLના કૉમેન્ટેટર અંબાતી રાયુડુએ આકરી પ્રતિક્રિયા આપી છે.
અંબાતી રાયુડુ
ટ્રોલિંગ વચ્ચે ભૂતપૂર્વ CSK પ્લેયર રાયુડુએ ધોની માટે લખ્યું...
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના આઇકૉન એમ. એસ. ધોનીના ચાહક હોવાની ટીકા વચ્ચે ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન અને IPLના કૉમેન્ટેટર અંબાતી રાયુડુએ આકરી પ્રતિક્રિયા આપી છે. CSK માટે ૬ સીઝન રમી ચૂકેલા રાયુડુને ફ્રૅન્ચાઇઝી અને ધોનીને સતત ટેકો આપવા બદલ સોશ્યલ મીડિયા પર ઘણા નકારાત્મક મેસેજ મળી રહ્યા છે. આ સંદર્ભે રાયુડુએ સોશ્યલ મીડિયા પર પોતાનું મૌન તોડ્યું છે અને ફરી એક વાર ધોનીને થાલા (નેતા) ગણાવીને પોતાને તેનો ચાહક જાહેર કર્યો છે. રાયુડુએ ચાહકો પર પણ પ્રહાર કર્યા અને કહ્યું હતું કે ‘હું થાલાનો ફૅન હતો, ફૅન છું અને ફૅન રહીશ. કોઈ પણ નફરતભર્યા મેસેજ મારો વિચાર બદલી શકશે નહીં.’

