Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News In Shorts: અમનજોતે ડેબ્યુમાં ભારતીય વિમેન્સ ટીમને જિતાડી

News In Shorts: અમનજોતે ડેબ્યુમાં ભારતીય વિમેન્સ ટીમને જિતાડી

21 January, 2023 10:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૩ વર્ષની રાઇટ-હૅન્ડ બૅટર અમનજોત કૌર (૪૧ અણનમ, ૩૦ બૉલ, સાત ફોર)એ ગુરુવારે ઈસ્ટ લંડનમાં શરૂ થયેલી વિમેન્સ ટી૨૦ ટ્રાય-સિરીઝની પહેલી મૅચમાં ભારતને સાઉથ આફ્રિકા સામે વિજય અપાવ્યો હતો

અમનજોતે ડેબ્યુમાં ભારતીય વિમેન્સ ટીમને જિતાડી

અમનજોતે ડેબ્યુમાં ભારતીય વિમેન્સ ટીમને જિતાડી


અમનજોતે ડેબ્યુમાં ભારતીય વિમેન્સ ટીમને જિતાડી
૨૩ વર્ષની રાઇટ-હૅન્ડ બૅટર અમનજોત કૌર (૪૧ અણનમ, ૩૦ બૉલ, સાત ફોર)એ ગુરુવારે ઈસ્ટ લંડનમાં શરૂ થયેલી વિમેન્સ ટી૨૦ ટ્રાય-સિરીઝની પહેલી મૅચમાં ભારતને સાઉથ આફ્રિકા સામે વિજય અપાવ્યો હતો અને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી લીધો હતો. અમનજોતની આ કરીઅરની પહેલી ઇન્ટરનૅશનલ મૅચ હતી. તેની અને અનુભવી ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા (૩૩ રન, ૨૩ બૉલ, એક સિક્સર, એક ફોર) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૭૬ રનની ભાગીદારી થઈ હતી. 

આ પાર્ટનરશિપ મૅચ-વિનિંગ નીવડી હતી, કારણ કે તેઓ ભારતના સ્કોરને ૬૯ પરથી ૧૪૫ સુધી લઈ ગઈ હતી અને પછી યજમાન સાઉથ આફ્રિકાની ટીમ દીપ્તિની ત્રણ અને દેવિકા વૈદ્યની બે વિકેટને કારણે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૨૦ રન બનાવી શકતાં ૨૭ રનથી હારી ગઈ હતી.



આ પણ વાંચો:વાહ! એક ઓવરમાં શેફાલીની પાંચ ફોર અને એક સિક્સર તો ગજબ કહેવાય : પીએમ મોદી


કુસ્તીબાજોએ લખ્યો પી. ટી. ઉષાને લેટર
રેસલિંગ ફેડરેશનના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહની ‘સરમુખત્યારશાહી’ નીતિ અને મહિલા ઍથ્લીટોના ‘જાતીય શોષણ તથા જાતીય સતામણી’ કરવાના તેમના અપ્રોચ સામે વિરોધ કરીને તેમને પ્રમુખપદેથી હટાવવાની માગણી કરી રહેલા ભારતીય કુસ્તીબાજોએ તાજેતરમાં જ ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશનના પ્રમુખ બનેલાં ભૂતપૂર્વ રનર પી. ટી. ઉષાને પત્ર લખ્યો છે, જેમાં તેમણે બ્રિજભૂષણ સામે જે આક્ષેપો કર્યા છે એમાં નાણાકીય ગેરરીતિનો પણ સમાવેશ છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2023 10:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK