બેઝોસ ડિલિવરી લઈને વિલે પાર્લેમાં
ઑનલાઇન રિટેલિંગની મહત્ત્વની વેબસાઇટ ઍમેઝૉનના માલિક જૅફ બેઝોસ ગઈ કાલે મુંબઈમાં હતા. તેમણે વિલે પાર્લેની એક નાની દુકાનની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘ઍમેઝૉન કંપની ભારતમાં ડિલિવરી પૉઇન્ટ તરીકે કરિયાણાની હજારો દુકાનો સાથે જોડાયેલી છે. એ સુવિધા ગ્રાહકો માટે સગવડ ઉપરાંત દુકાનોના માલિકોને વધારાની આવક કરાવે છે. મને એક પૅકેજની ડિલિવરી કરવા દેવા બદલ હું અમોલ (વિલે પાર્લેની દુકાનના માલિક)નો આભાર માનું છું.’