આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવી રહ્યો છે ત્યારે ઠેકઠેકાણે તેની તૈયારીઓ ચાલી રહી છે. અનેક એવી સોસાયટીઓ, મંડળો છે જેમાં મહિલાઓના ગ્રુપ્સ ચાલે છે. જેઓ સાથે મળીને અનેક કાર્યક્રમોનું આયોજન કરીને વર્ષ દરમિયાન ખરા અર્થમાં મહિલા દિવસની ઉજવણી કરે છે. મુંબઈના કાંદિવલી પશ્ચિમમાં મહાવીરનગર સ્થિત વીણા સિતાર સોસાયટીની મહિલાઓએ તજતેરમાં જ મહિલા દિવસની અનોખી ઉજવણી કરી હતી. આ મહિલાઓએ માતુભાષા અને સંસ્કૃતિને જીવંત રાખવા એક સાથે મળીને ગુજરાતી ફિલ્મ `કસુંબો` નિહાળી હતી.
02 March, 2024 03:35 IST | Mumbai | Dharmik Parmar