Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Garba

લેખ

ગઈ કાલે નવરાત્રિ ઉત્સવના આયોજનની જાહેરાતના પ્રસંગે દીપપ્રાગટ્ય કરતાં સંજય ઉપાધ્યાય, ગીતા રબારી, ગોપાલ શેટ્ટી, આયોજક સંતોષ સિંહ, સુરભિ ગ્રુપના મિતેશ મહેતા અને રુદ્રામાર ગ્રુપના સંતોષ કાલે.

આ નોરતે ગીતા રબારી પહેલી વાર બોરીવલીમાં

નવરાત્રિ ઉત્સવનું પ્રોડક્શન અને પ્રમોશન શોગ્લિટ્ઝ ઇવેન્ટ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તથા સંયોજન સાંઈ ગણેશ વેલ્ફેર અસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

13 August, 2025 12:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્ય ગઢવી

આદિત્ય ગઢવીની નવરાત્રી: અમદાવાદમાં ‘રંગ મોરલા’માં કવિરાજના અવાજ સાથે જલસો

ટ્રાઈબવાઈબ એન્ટરટેઈનમેન્ટના સ્થાપક અને સીઈઓ શોવેન શાહે જણાવ્યું કે,“અમે માનીએ છીએ કે નવરાત્રીને કંઈક અસાધારણ આપવું જોઈએ, એવું જે તેના ઊંડા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂળને સન્માન આપે અને સાથે નવી સરહદો પાર કરતું આધુનિક અનુભવ સર્જે.

06 August, 2025 06:54 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ફાલ્ગુની પાઠક

ફાલ્ગુની પાઠક રેડિયન્સ દાંડિયા નવરાત્રિ ઉત્સવ 2025માં ધૂમ મચાવવા તૈયાર!

Radiance Dandiya 2025: આ ઉત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર, 2025 દરમિયાન જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, BKC ખાતે યોજાશે.

05 July, 2025 06:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગરબા સાથે હુલાહૂપ કરીને ધિયાએ રૅમ્પ પર એન્ટ્રી કરી હતી

જુનિયર મિસ ઇન્ડિયામાં બોરીવલીની ગુજરાતી ગર્લ બની મિસ કૉન્ફિડન્ટ

રાષ્ટ્રીય સ્તરે આયોજિત થતી આ કૉન્ટેસ્ટમાં પોતાના આત્મવિશ્વાસથી નિર્ણાયકોને પ્રભાવિત કરનારી ધિયા ચિતલિયાને ઍડ-ફિલ્મ્સની ઑફરો આવવા માંડી છે

26 January, 2025 02:02 IST | Mumbai | Kajal Rampariya

ફોટા

મિડ-ડે કૃષ્ણ ઉત્સવમાં નૃત્ય પરફોર્મન્સ (તસવીરો : શાદાબ ખાન અને અતુલ કાંબળે)

નંદ ઘેર આનંદ ભયો

ફાલ્ગુની પાઠકના સંગાથે રવિવારે ષણ્મુખાનંદ હૉલમાં મિડ-ડે કૃષ્ણ ઉત્સવમાં વિખ્યાત કોરિયોગ્રાફર બેલડી સમીર અને અર્શ તન્નાની ટીમે જુદાં-જુદાં ગીતો પર અદ્ભુત નૃત્યો રજૂ કરીને જબરદસ્ત જાદુ પાથર્યો હતો. (તસવીરો : શાદાબ ખાન અને અતુલ કાંબળે)

12 August, 2025 10:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાલ્ગુની પાઠકનું સન્માન અને એન્કર ચિરાગ વિઠલાણી (તસવીરો : શાદાબ ખાન અને અતુલ કાંબળે)

મિડ-ડે કૃષ્ણ ઉત્સવ ૨૦૨૫ના સારથિઓનું સન્માન

મિડ-ડે કૃષ્ણ ઉત્સવ ૨૦૨૫ના આયોજનમાં જેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે એવા તમામ સારથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું, (તસવીરો : શાદાબ ખાન અને અતુલ કાંબળે)

12 August, 2025 10:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાલ્ગુની પાઠક (તસવીરો : શાદાબ ખાન અને અતુલ કાંબળે)

ગોવિંદ જય જય ગોપાલ જય જય

ગરબા-ક્વીન ફાલ્ગુની પાઠકે રવિવારે જૅમ-પૅક્ડ ષણ્મુખાનંદ‍ હૉલમાં યોજાયેલા મિડ-ડે કૃષ્ણ ઉત્સવમાં ભક્તિ-રસમાં હજારો પ્રેક્ષકોને તરબોળ કરી દીધા હતા. મિડ-ડે કૃષ્ણ ઉત્સવની આ સાતમી સીઝનમાં ફાલ્ગુની પાઠક અને તેમની ટીમે તથા નૅશનલ અવૉર્ડ વિજેતા કોરિયોગ્રાફર જોડી સમીર-અર્શ તન્નાના ગ્રુપના ડાન્સરોના મનમોહક પર્ફોર્મન્સે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. (તસવીરો : શાદાબ ખાન અને અતુલ કાંબળે)

12 August, 2025 10:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કચરાને કંચન બનાવવાનું આમની પાસેથી શીખીએ

કચરાને કંચન બનાવવાનું આમની પાસેથી શીખીએ

દેશભરમાં ગાર્બેજનો નિકાલ કરવામાં કેટલાંક ગામો અને શહેરોમાં અનુકરણીય કામ થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં જેમનો ઉલ્લેખ કર્યો છે એવા લોકો કઈ રીતે પર્યાવરણને જાળવવાની સાથે કમાણી પણ કરી રહ્યા છે એ જાણવા જેવું છે અનેક માણસો કોઈ આશય કે ઉદ્દેશ વિના ભેગા મળે તો એને ટોળું કહેવાય, પણ જો એ જ માણસો કોઈક સકારાત્મક ઉદ્દેશ સાથે ભેગા થાય તો એને સમૂહ કહેવાય છે. કંઈક એવું જ ઉદાહરણ ભારતનાં અલગ-અલગ રાજ્યોનાં કેટલાંક ગામડાંઓ ઊભું કરી રહ્યાં છે. કચરો. વિશ્વઆખામાં એકમાત્ર મનુષ્ય જ એવી પ્રજાતિ છે જે પર્યાવરણને હાનિ પહોંચાડે એવા કચરાનું સતત ઉત્પાદન કરતી રહે છે. સુખ અને સુવિધાના નામે આપણે હવે આ ધરતી પર એટલા મોટા પ્રમાણમાં કચરાની ઊલટીઓ કરવા માંડી છે કે આ પ્રકૃતિ માટે પણ હવે પરિસ્થિતિ અસહ્ય થતી જઈ રહી છે. ઘન કચરો, પ્રવાહી કચરો, વાયુ કચરો અને એવા તો કંઈકેટલાય કચરાનું પ્રમાણ દિવસે-દિવસે એટલું વધતું જઈ રહ્યું છે કે આ ધરા પર વિદ્યમાન પ્રાકૃતિક પર્વતો હવે ખનન અને વૃક્ષ કાપવાને લીધે ઘટતા જઈ રહ્યા છે અને એની સામે કચરાના પહાડો ઉત્તરોત્તર વધતા જ જઈ રહ્યા છે. જોકે જ્યાં એક તરફ આવી નિરાશાજનક અને કડવી વાસ્તવિકતા છે ત્યાં જ બીજી તરફ પ્રેરણાદાયક એવી સકારાત્મક બાબતો પણ ભારતનાં કેટલાંક નાનાં શહેરોમાં અને ગામડાંઓમાં જોવા મળતી થઈ છે. આપણા જેવા કેટલા માણસો એમાંથી કઈ રીતે પ્રેરણા લેશે એ તો ખબર નથી, પણ એટલું ચોક્કસ છે કે આવાં સકારાત્મક ઉદાહરણો માણસોનું ટોળું નહીં પરંતુ સમૂહ ઊભાં કરી રહ્યાં છે. કચરો બધા ફેલાવે છે છતાં કચરો લઈ જતી ગાડી બાજુમાંથી પસાર થાય ત્યારે આપણે નાક બંધ કરી લેતા હોઈએ છીએ ત્યારે આવા કચરાનો સકારાત્મક નિકાલ કઈ રીતે કરવો એ શીખવતાં કેટલાંક જીવંત ઉદાહરણો પણ છે. આજે હવે વાત નીકળી જ છે તો ચાલો ભારતભ્રમણ કરીએ એ જાણવા કે ક્યાં-ક્યાં લોકોએ કઈ-કઈ રીતે કચરાના સકારાત્મક નિકાલનો વિકલ્પ ઊભો કર્યો છે અને અસામાન્ય દૃષ્ટાંત ઊભાં કર્યાં છે. કોઈક એક શહેરની એક સોસાયટીથી આ સફર શરૂ કરીએ અને ત્યાંથી ગામડે અને ગામડેથી નગરપાલિકા અને પાલિકાથી શહેર સુધીની આજે લટાર મારી આવીએ. કરીએ થોડું આત્મમંથન હવે કચરો કે કચરાની ગાડી જોઈને આપણે નાકનું ટીચકું ચઢાવવા પહેલાં એટલો વિચાર જરૂર કરવો પડે કે આ કચરામાં કેટલોક હિસ્સો એવો પણ છે જે મેં પેદા કર્યો છે અને છતાં મારા એ વેસ્ટમાંથી કશુંક બેસ્ટ બનાવવા માટે હું કશું જ નથી કરી રહ્યો કે રહી. વિચારો કે આ બધાં પ્રેરણાત્મક ઉદાહરણોમાંથી કોઈક એક ઉદાહરણ પણ જો આપણે ઘરમાં કે સોસાયટીમાં અપનાવીએ તો કમસે કમ એટલો કચરો તો ડમ્પિંગ ગ્રાઉન્ડ જતાં અટકી જશે. પ્રકૃતિ પ્રસન્ન અને તંદુરસ્ત રહેશે તો જ આપણે અને આપણો સમાજ પણ પ્રસન્ન અને તંદુરસ્ત રહી શકીશું એટલો વિચાર આપણે બધાએ એક વાર કરવો રહ્યો.

03 August, 2025 05:38 IST | New Delhi | Aashutosh Desai

વિડિઓઝ

ગાંધીનગરમાં શરદીય નવરાત્રી માટે મહા-આરતી કરવામાં આવી

ગાંધીનગરમાં શરદીય નવરાત્રી માટે મહા-આરતી કરવામાં આવી

ગાંધીનગર શહેરમાં નવરાત્રીના આઠમા દિવસે ભવ્ય ઉજવણી જોવા મળી હતી, જેમાં હજારો ભક્તોએ ભવ્ય મહા આરતીમાં ભાગ લીધો હતો. આ ઘટના શહેરના અગ્રણી મંદિરો અને જાહેર જગ્યાઓ પર બની હતી કારણ કે લોકો દેવી દુર્ગાને માન આપવા માટે એકઠા થયા હતા. રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ, ભક્તો ઉત્સાહપૂર્વક પ્રાર્થના સમારોહમાં જોડાયા હતા, જે ભક્તિ ગીતો અને ડ્રમના લયબદ્ધ બીટ સાથે હતા. મહા આરતી, નવરાત્રિની મુખ્ય વિશેષતા, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે દેવીના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવે છે. વાતાવરણ ઇલેક્ટ્રીક હતું કારણ કે શહેર તહેવારોની રોશનીથી પ્રકાશિત હતું, જે પ્રસંગના ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને પ્રતિબિંબિત કરે છે. આઠમો દિવસ, અથવા અષ્ટમી, નવરાત્રિ ઉત્સવમાં વિશેષ મહત્વ ધરાવે છે, જે ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે સામાન્ય કરતાં પણ વધુ ભીડ ખેંચે છે. 

11 October, 2024 08:42 IST | Ahmedabad
પાર્થ ઓઝાનું ગીત `જોગણી જોગ માયા` સેટ કરી આપે છે નવરાત્રીનો મૂડ

પાર્થ ઓઝાનું ગીત `જોગણી જોગ માયા` સેટ કરી આપે છે નવરાત્રીનો મૂડ

નવરાત્રિ ચાલી રહી છે, અને તેના મનપસંદ ગીત જોગણી જોગ માયા સાથે ઉત્સવનો મૂડ સેટ કરવા માટે પાર્થ ઓઝા કરતાં વધુ સારું કોણ હશે? તેમનો ભાવપૂર્ણ અવાજ અને ગરબાનો જુસ્સો ડાન્સ ફ્લોર પર જાદુ સર્જે છે!

10 October, 2024 03:30 IST | Mumbai
મુંબઈની લોકલ ટ્રેનની અંદર મુંબઈકરોએ કર્યા ગરબા

મુંબઈની લોકલ ટ્રેનની અંદર મુંબઈકરોએ કર્યા ગરબા

ઘણા મુંબઈવાસીઓ સંમત થશે કે મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી એ કોઈ સામાન્ય અનુભવ નથી. ભજન મંડળીઓથી લઈને ખરીદીના અનુભવો સુધી, મુંબઈની લોકલ ટ્રેનો સૌથી વધુ આકર્ષક અનુભવો પ્રદાન કરવા માટે જાણીતી છે. આ વખતે મિડ-ડેએ મુંબઈ લોકલ ટ્રેનની અંદરનો એક વીડિયો કેપ્ચર કર્યો જેમાં પ્રવાસીઓ નવરાત્રિની ઉજવણી કરતા , ગાતા અને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. વધુ જાણવા જુઓ આખો વિડિયો

08 October, 2024 02:09 IST | Mumbai
નવરાત્રી 2024: ગુજરાતમાં ખાસ મશાલ રાસ ગરબાનું નવું આકર્ષણ

નવરાત્રી 2024: ગુજરાતમાં ખાસ મશાલ રાસ ગરબાનું નવું આકર્ષણ

નવરાત્રી 2024ના અવસર પર ગુજરાતના જામનગરમાં લોકો દ્વારા વિશેષ મશાલ રાસ ગરબા કરવામાં આવ્યા હતા.

07 October, 2024 12:04 IST | Gujarat

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK