આપણે ફિલ્મ કે શો પસંદ કરીએ છીએ ત્યારે ખરેખર શું શોધતા હોઈએ છીએ, મનોરંજન, આરામ, રોમાંચ, ડર, nostalgia કે પોતાની જિંદગીથી થોડા સમય માટે છૂટકારો? “હું બાવો અને મંગળદાસ”ના આ એપિસોડમાં અમે એટલે કે વિરેન છાયા, યુક્તા મહેતા અને ચિરંતના ભટ્ટ વાત કરીએ છીએ કે આજકાલ અમે શું જોઈ રહ્યા છીએ અને અમને કેવા પ્રકારની ફિલ્મો તથા શોઝ ગમે છે. ચર્ચામાં કલ્ટ ક્લાસિક્સની આગવી દુનિયાથી લઈને હોરરનો રોમાંચ, રોમકોમ્સની હળવાશ અને Off Campus, Morning Show, Type Writer જેવા શોઝ અને રામ ગોપાલ વર્મા અને રામસે બ્રધર્સની ફિલ્મોનો સમાવેશ થાય છે. દરેક વ્યક્તિનું watchlist અલગ કેમ હોય છે? કોઈ એક જ ફિલ્મ વારંવાર કેમ જોઈ શકે છે, જ્યારે કોઈને હંમેશાં કંઈક નવું જોઈએ છે? કેટલીક ફિલ્મો રિલીઝ સમયે ખાસ સફળ ન હોવા છતાં પછીથી cult classic કેવી રીતે બને છે? અને દાયકાઓ જૂની ફિલ્મો આજે પણ નવી પેઢીને કેમ આકર્ષે છે? આ વાતચીત માત્ર અમારી પસંદગી વિશે નથી. અમે એ પણ સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે ફિલ્મો અને શોઝ સાથે આપણી લાગણીઓ, યાદો તથા જીવનના અનુભવો કેવી રીતે જોડાય છે. રામ ગોપાલ વર્માથી માંડીને ગુલઝારનાં સર્જનો તો શાહરૂખ ખાન અને સમલાન ખાનનો કામ કરવાનો એપ્રોચ બદલાઇ રહ્યો છે, એટલું જ નહીં પણ ટેકનોલોજી, પ્લેટફોર્મ્સ અને વ્યુઇંગ હેબિટ્સ સતત બદલાય છે, પરંતુ યાદ રહી જાય તેવાં પાત્રો અને દિલને સ્પર્શતી વાર્તાઓનું મહત્ત્વ બદલાતું નથી. કારણ કે genres અને trends આવે-જાય, પણ સારું સ્ટોરી ટેલિંગ ક્યારેય આઉટ ઑફ ફેશન નથી થતું. તો તમારી comfort film કઈ છે? કઈ classic ફિલ્મ આજે પણ એટલી જ અસરકારક લાગે છે? અને તમારા watchlistમાં અત્યારે શું ચાલી રહ્યું છે? સાંભળો આ મજેદાર અને ફિલ્મી ચર્ચા, "હું બાવો અને મંગળદાસ"ના નવા એપિસોડમાં.
07 Aug, 2026 6:37 PM IST
05 Jun, 2026 9:52 PM IST
ગેરકાયદેસર દબાણો દૂર થાય તો એ સારું કહેવાય કે ખોટું? પણ રેલ્વેએ હજાર વાર સૂચના આપ્યા છતાં બાન્દ્રા ઇસ્ટમાં રહેનારાઓએ રેલ્વેની જગ્યા ખાલી ન કરી તે બરાબર કહેવાય? રાજકારણમાં નાટક કરવા કેટલા જરૂરી છે? એને નાટક ન કહેવાય દોસ્ત, વાયરલ નેતા એટલે એની પૉપ્યુલારિટી પણ મોટી. કોક્રોચ જનતા પાર્ટી, આર્મચેર એક્ટિવિઝમ, બદલાયેલા સમયમાં પત્રકારત્વમાં આવતા પડકારો અને એવી કેટલીક વાતો ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી ચિરંતના ભટ્ટ, મીત પંચાલ અને હેત્વી કારિયા છેડશે. આ સંવાદમાં કેટલીક હળવી ક્ષણો છે તો કેટલાક ગંભીર મુદ્દા પણ છે. લોકોને બેઘર કરવા જોઇએ? આપણા દેશમાં બાંગ્લાદેશીઓ ઘુસ્યા હોય તો આપણે શું કરવાનું? વાયરલ ટ્રેન્ડને ગંભીરતાથી લેવા જોઇએ જેવી વાતો પર અલગ અલગ જનરેશનના અવાજો સાંભળવા હોય તો સાંભળો આ એપિસોડ.
05 Jun, 2026 9:52 PM IST
ઈંધણના આસમાને આંબતા ભાવ, ખાલીખમ નળ અને સતત વધતું તાપમાન—સામાન્ય નાગરિક પર આર્થિક અને માનસિક બોજ ક્યારેય આટલો અસહ્ય નથી રહ્યો. ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ` ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયા આપણી આસપાસ દિનપ્રતિદિન વધી રહેલી આર્થિક અને પર્યાવરણીય કટોકટીનું એક વિગતવાર અને સચોટ વિશ્લેષણ કરશે. અમે પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવો પર ઊંડી ચર્ચા કરીશું, જે મધ્યમવર્ગીય પરિવારોના ઘરના બજેટને સંપૂર્ણપણે વેરવિખેર કરી રહ્યા છે. સાથે જ, વિવિધ ક્ષેત્રોમાં પગાર ન વધવાની કડવી વાસ્તવિકતા વિશે પણ વાત કરીશું. જ્યારે આવક સ્થિર છે, ત્યારે રોજબરોજનો ખર્ચ કેમ આટલો ઝડપથી વધી રહ્યો છે? ત્યારબાદ, આપણું ધ્યાન શહેરોની બે ગંભીર કટોકટી તરફ દોરીશું: શહેરોમાં આગની ઘટનાઓમાં થઈ રહેલો ચિંતાજનક વધારો. ઉનાળાની શરૂઆત સાથે જ ઘેરાતું ભયાનક જળ સંકટ.
05 Jun, 2026 4:09 PM IST
ડેટિંગ એપનો ઉપયોગ કરીને કોઇને ખરેખર સારો પાર્ટનર મળે ખરો? બધી ડેટિંગ એપ વિશ્વાસપાત્ર હોય છે? ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયાએ આ બિંધાસ્ત વિષય પર ચર્ચા માંડી અને કેટલીક રસપ્રદ હકીકતો જાણવા મળી. જેન ઝી ડેટિંગ એપ્સ વિશે માનવું છે કે જેવા સંજોગો હોય તેના આધારે ડેટિંગ એપ સારી કે ખરાબ હોય એમ બને. ત્વિશા શર્મા કેસની વાત પણ આ પૉડકાસ્ટમાં છેડાઈ. કેઝ્યુઅલ સંબંધો માટે ડેટિંગ એપ્સ વાપરનારાની સંખ્યા મોટી હોય ત્યારે સિરિયસ સબંધો માટે ડેટિંગ એપ પર આધાર રાખવો કેટલો જોખમી? સાંભળો આ મોકળી વાતચીત જેમાં સમજાશે નવી પેઢીના પ્રેમ અંગેના વિચારો અને તેમને ડેટિંગ કરવાનું ખરેખર કેટલું ગમે છે?
ADVERTISEMENT