ભારતને લાંબા સમયથી ‘ક્રિકેટ નેશન’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હવે દેશનું રમતગમતનું ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. ડી. ગુકેશ વિશ્વના સૌથી યુવા ચેસ વર્લ્ડ ચૅમ્પિયન બન્યા છે, જ્યારે આર. પ્રજ્ઞાનાનંદ અને અર્જુન એરિગૈસી જેવા ખેલાડીઓએ ભારતને વૈશ્વિક ચેસ શક્તિ તરીકે સ્થાપિત કર્યું છે. નીરજ ચોપડાના ટોક્યો ઑલિમ્પિક્સના ગોલ્ડ અને પૅરિસ ઑલિમ્પિક્સના સિલ્વર મેડલે ઍથ્લેટિક્સ અને જૅવલિન પ્રત્યે યુવાનોની રુચિ વધારી છે. ભારતીય પુરુષ હૉકી ટીમે સતત બે ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ જીતીને પોતાની જૂની ઓળખ ફરી મજબૂત કરી છે. બર્મિંગહામ કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે 22 ગોલ્ડ સહિત કુલ 61 મેડલ જીત્યા હતા. આવી સફળતાઓએ ક્રિકેટ સિવાયની રમતોમાં પણ વૈશ્વિક સ્તરની અપેક્ષાઓ ઊભી કરી છે. ગલી ક્રિકેટ, ફુટબૉલ, ખો-ખો અને કબડ્ડી જેવી બાળપણની રમતો ટીમવર્ક, ફિટનેસ, નેતૃત્વ અને સ્પર્ધાત્મક ભાવના વિકસાવવામાં કેવી ભૂમિકા ભજવે છે? બીજી તરફ IPL, મોટા સ્પૉન્સર, સેલિબ્રિટી કલ્ચર અને સતત મીડિયા કવરેજને કારણે ક્રિકેટને મળતું ધ્યાન અન્ય રમતો કરતાં ઘણું વધારે કેમ છે? ખેલો ઇન્ડિયા જેવી યોજનાઓથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તાલીમની તકો વધી રહી છે, છતાં ગ્રામીણ વિસ્તારોમાં સુવિધાઓનો અભાવ, રમતો વચ્ચે અસમાન ફન્ડિંગ, ફેડરેશનનું રાજકારણ, ગુણવત્તાયુક્ત કોચિંગનો અભાવ અને ખેલાડીઓ માટે મર્યાદિત આર્થિક સુરક્ષા મોટા પડકારો છે. આ સાથે ઑનલાઇન બેટિંગ, ગેરકાયદે સટ્ટાબજાર, મૅચ-ફિક્સિંગ, જુગારનું વ્યસન અને યુવા દર્શકો પર તેની અસર રમતની વિશ્વસનીયતા માટે ગંભીર જોખમ છે. ભારતમાં ઑનલાઇન મની ગેમ્સ, તેની જાહેરાત અને તેને લગતા નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદે અને વિદેશી પ્લૅટફૉર્મ્સનું જોખમ યથાવત્ છે. ભારત 2036 ઑલિમ્પિક્સની યજમાનીનું સ્વપ્ન જોઈ રહ્યું છે ત્યારે પ્રશ્ન એ છે, શું યોગ્ય ગ્રાસરૂટ વિકાસ, પારદર્શક વહીવટ, સમાન ફન્ડિંગ અને લાંબા ગાળાના ખેલાડી કલ્યાણ દ્વારા ભારત સાચું વૈશ્વિક સ્પોર્ટ્સ પાવરહાઉસ બની શકશે?
31 Jul, 2026 6:00 PM IST
05 Jun, 2026 9:52 PM IST
ગેરકાયદેસર દબાણો દૂર થાય તો એ સારું કહેવાય કે ખોટું? પણ રેલ્વેએ હજાર વાર સૂચના આપ્યા છતાં બાન્દ્રા ઇસ્ટમાં રહેનારાઓએ રેલ્વેની જગ્યા ખાલી ન કરી તે બરાબર કહેવાય? રાજકારણમાં નાટક કરવા કેટલા જરૂરી છે? એને નાટક ન કહેવાય દોસ્ત, વાયરલ નેતા એટલે એની પૉપ્યુલારિટી પણ મોટી. કોક્રોચ જનતા પાર્ટી, આર્મચેર એક્ટિવિઝમ, બદલાયેલા સમયમાં પત્રકારત્વમાં આવતા પડકારો અને એવી કેટલીક વાતો ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી ચિરંતના ભટ્ટ, મીત પંચાલ અને હેત્વી કારિયા છેડશે. આ સંવાદમાં કેટલીક હળવી ક્ષણો છે તો કેટલાક ગંભીર મુદ્દા પણ છે. લોકોને બેઘર કરવા જોઇએ? આપણા દેશમાં બાંગ્લાદેશીઓ ઘુસ્યા હોય તો આપણે શું કરવાનું? વાયરલ ટ્રેન્ડને ગંભીરતાથી લેવા જોઇએ જેવી વાતો પર અલગ અલગ જનરેશનના અવાજો સાંભળવા હોય તો સાંભળો આ એપિસોડ.
05 Jun, 2026 9:52 PM IST
ઈંધણના આસમાને આંબતા ભાવ, ખાલીખમ નળ અને સતત વધતું તાપમાન—સામાન્ય નાગરિક પર આર્થિક અને માનસિક બોજ ક્યારેય આટલો અસહ્ય નથી રહ્યો. ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ` ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયા આપણી આસપાસ દિનપ્રતિદિન વધી રહેલી આર્થિક અને પર્યાવરણીય કટોકટીનું એક વિગતવાર અને સચોટ વિશ્લેષણ કરશે. અમે પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવો પર ઊંડી ચર્ચા કરીશું, જે મધ્યમવર્ગીય પરિવારોના ઘરના બજેટને સંપૂર્ણપણે વેરવિખેર કરી રહ્યા છે. સાથે જ, વિવિધ ક્ષેત્રોમાં પગાર ન વધવાની કડવી વાસ્તવિકતા વિશે પણ વાત કરીશું. જ્યારે આવક સ્થિર છે, ત્યારે રોજબરોજનો ખર્ચ કેમ આટલો ઝડપથી વધી રહ્યો છે? ત્યારબાદ, આપણું ધ્યાન શહેરોની બે ગંભીર કટોકટી તરફ દોરીશું: શહેરોમાં આગની ઘટનાઓમાં થઈ રહેલો ચિંતાજનક વધારો. ઉનાળાની શરૂઆત સાથે જ ઘેરાતું ભયાનક જળ સંકટ.
05 Jun, 2026 4:09 PM IST
ડેટિંગ એપનો ઉપયોગ કરીને કોઇને ખરેખર સારો પાર્ટનર મળે ખરો? બધી ડેટિંગ એપ વિશ્વાસપાત્ર હોય છે? ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયાએ આ બિંધાસ્ત વિષય પર ચર્ચા માંડી અને કેટલીક રસપ્રદ હકીકતો જાણવા મળી. જેન ઝી ડેટિંગ એપ્સ વિશે માનવું છે કે જેવા સંજોગો હોય તેના આધારે ડેટિંગ એપ સારી કે ખરાબ હોય એમ બને. ત્વિશા શર્મા કેસની વાત પણ આ પૉડકાસ્ટમાં છેડાઈ. કેઝ્યુઅલ સંબંધો માટે ડેટિંગ એપ્સ વાપરનારાની સંખ્યા મોટી હોય ત્યારે સિરિયસ સબંધો માટે ડેટિંગ એપ પર આધાર રાખવો કેટલો જોખમી? સાંભળો આ મોકળી વાતચીત જેમાં સમજાશે નવી પેઢીના પ્રેમ અંગેના વિચારો અને તેમને ડેટિંગ કરવાનું ખરેખર કેટલું ગમે છે?
ADVERTISEMENT