Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > પોડકાસ્ટ > આંદોલન, આક્રોશ અને અવાજ: ક્યારે વિરોધ બને છે માત્ર હોબાળો?

Hoon, Baavo Ane Mangaldas

આંદોલન, આક્રોશ અને અવાજ: ક્યારે વિરોધ બને છે માત્ર હોબાળો?
આંદોલન, આક્રોશ અને અવાજ: ક્યારે વિરોધ બને છે માત્ર હોબાળો?
આંદોલન, આક્રોશ અને અવાજ: ક્યારે વિરોધ બને છે માત્ર હોબાળો?

ભારતમાં વિરોધ અને આંદોલનોનો લાંબો ઇતિહાસ રહ્યો છે. આઝાદીની લડતથી લઈને નવનિર્માણ આંદોલન અને આજના વિવિધ વિરોધ પ્રદર્શનો સુધી, લોકો પોતાનો અવાજ ઉઠાવવા માટે રસ્તા પર ઊતરતા રહ્યા છે. પરંતુ શું દરેક વિરોધ પાછળ નક્કર વિચાર અને તર્ક હોય છે? વિરોધ ક્યારે જરૂરી બને છે અને ક્યારે એ માત્ર હોબાળો બનીને રહી જાય છે?  `હું બાવો અને મંગળદાસ`ના આ એપિસોડમાં વાત થઈ છે ભારતમાં થતા જુદા જુદા પ્રકારના વિરોધ પ્રદર્શનોની, તેની પાછળનાં કારણોની અને વિરોધ કરવાની બદલાતી રીતોની. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નેહરુ જેવા નેતાઓની રાજકીય સમજ અને નેતૃત્વથી લઈને જયપ્રકાશ નારાયણના આંદોલન અને ગુજરાતના નવનિર્માણ આંદોલન સુધીની ચર્ચા કરી છે યુક્ત મહેતા, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટે.  એ સમયના નેતાઓ અને આજના નેતૃત્વમાં શું ફરક છે? શું દરેક આંદોલન પરિવર્તન લાવે છે? શું વિરોધની સફળતા તેના અવાજની તીવ્રતાથી નક્કી થાય છે કે તેની પાછળના મુદ્દા અને વિચારથી? અને સૌથી અગત્યનું, લોકશાહીમાં વિરોધ કરવો જેટલો જરૂરી છે, એટલું જ જરૂરી નથી કે આપણે શા માટે વિરોધ કરી રહ્યા છીએ એ સમજવું? ઇતિહાસ, રાજકારણ, સમાજ અને આજના સમયના વિરોધની સંસ્કૃતિ વિશેની આવી જ રસપ્રદ ચર્ચા સાંભળો `હું બાવો અને મંગળદાસ`ના આ નવા એપિસોડમાં. આંદોલન, આક્રોશ કે માત્ર હોબાળો? લોકશાહીમાં વિરોધનું સાચું સત્ય | હું બાવો અને મંગળદાસ Watch the full video podcast live on YouTube now! 

09 Oct, 2026 9:06 PM IST

અન્ય એપિસોડ્સ

બાન્દ્રા ગરીબ નગર ડિમોલિશન, કોક્રોચ જનતા પાર્ટી અને ડિજિટલ અને પ્રિન્ટ પત્રકારત્વના પડકારો

05 Jun, 2026 9:52 PM IST

Ep. 1: બાન્દ્રા ગરીબ નગર ડિમોલિશન, કોક્રોચ જનતા પાર્ટી અને ડિજિટલ અને પ્રિન્ટ પત્રકારત્વના પડકારો

ગેરકાયદેસર દબાણો દૂર થાય તો એ સારું કહેવાય કે ખોટું? પણ રેલ્વેએ હજાર વાર સૂચના આપ્યા છતાં બાન્દ્રા ઇસ્ટમાં રહેનારાઓએ રેલ્વેની જગ્યા ખાલી ન કરી તે બરાબર કહેવાય? રાજકારણમાં નાટક કરવા કેટલા જરૂરી છે? એને નાટક ન કહેવાય દોસ્ત, વાયરલ નેતા એટલે એની પૉપ્યુલારિટી પણ મોટી. કોક્રોચ જનતા પાર્ટી, આર્મચેર એક્ટિવિઝમ, બદલાયેલા સમયમાં પત્રકારત્વમાં આવતા પડકારો અને એવી કેટલીક વાતો ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી ચિરંતના ભટ્ટ, મીત પંચાલ અને હેત્વી કારિયા છેડશે.  આ સંવાદમાં કેટલીક હળવી ક્ષણો છે તો કેટલાક ગંભીર મુદ્દા પણ છે. લોકોને બેઘર કરવા જોઇએ? આપણા દેશમાં બાંગ્લાદેશીઓ ઘુસ્યા હોય તો આપણે શું કરવાનું? વાયરલ ટ્રેન્ડને ગંભીરતાથી લેવા જોઇએ જેવી વાતો પર અલગ અલગ જનરેશનના અવાજો સાંભળવા હોય તો સાંભળો આ એપિસોડ. 

પેટ્રોલના વધતા ભાવ, ગંભીર જળ સંકટ અને ગ્લોબલ વોર્મિંગ: 2026માં મુંબઈકર હોવાની કિંમત

05 Jun, 2026 9:52 PM IST

Ep. 2: પેટ્રોલના વધતા ભાવ, ગંભીર જળ સંકટ અને ગ્લોબલ વોર્મિંગ: 2026માં મુંબઈકર હોવાની કિંમત

ઈંધણના આસમાને આંબતા ભાવ, ખાલીખમ નળ અને સતત વધતું તાપમાન—સામાન્ય નાગરિક પર આર્થિક અને માનસિક બોજ ક્યારેય આટલો અસહ્ય નથી રહ્યો. ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ` ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયા આપણી આસપાસ દિનપ્રતિદિન વધી રહેલી આર્થિક અને પર્યાવરણીય કટોકટીનું એક વિગતવાર અને સચોટ વિશ્લેષણ કરશે. અમે પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવો પર ઊંડી ચર્ચા કરીશું, જે મધ્યમવર્ગીય પરિવારોના ઘરના બજેટને સંપૂર્ણપણે વેરવિખેર કરી રહ્યા છે. સાથે જ, વિવિધ ક્ષેત્રોમાં પગાર ન વધવાની કડવી વાસ્તવિકતા વિશે પણ વાત કરીશું. જ્યારે આવક સ્થિર છે, ત્યારે રોજબરોજનો ખર્ચ કેમ આટલો ઝડપથી વધી રહ્યો છે? ત્યારબાદ, આપણું ધ્યાન શહેરોની બે ગંભીર કટોકટી તરફ દોરીશું: શહેરોમાં આગની ઘટનાઓમાં થઈ રહેલો ચિંતાજનક વધારો. ઉનાળાની શરૂઆત સાથે જ ઘેરાતું ભયાનક જળ સંકટ.

ઓનલાઇન ડેટિંગ મજા છે કે સજા, જાણવા જેવા અનુભવોની વાત

05 Jun, 2026 4:09 PM IST

Ep. 3: ઓનલાઇન ડેટિંગ મજા છે કે સજા, જાણવા જેવા અનુભવોની વાત

ડેટિંગ એપનો ઉપયોગ કરીને કોઇને ખરેખર સારો પાર્ટનર મળે ખરો? બધી ડેટિંગ એપ વિશ્વાસપાત્ર હોય છે? ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયાએ આ બિંધાસ્ત વિષય પર ચર્ચા માંડી અને કેટલીક રસપ્રદ હકીકતો જાણવા મળી. જેન ઝી ડેટિંગ એપ્સ વિશે માનવું છે કે જેવા સંજોગો હોય તેના આધારે ડેટિંગ એપ સારી કે ખરાબ હોય એમ બને. ત્વિશા શર્મા કેસની વાત પણ આ પૉડકાસ્ટમાં છેડાઈ. કેઝ્યુઅલ સંબંધો માટે ડેટિંગ એપ્સ વાપરનારાની સંખ્યા મોટી હોય ત્યારે સિરિયસ સબંધો માટે ડેટિંગ એપ પર આધાર રાખવો કેટલો જોખમી? સાંભળો આ મોકળી વાતચીત જેમાં સમજાશે નવી પેઢીના પ્રેમ અંગેના વિચારો અને તેમને ડેટિંગ કરવાનું ખરેખર કેટલું ગમે છે?


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK