Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ચોમાસામાં વીજળીના ચમકારા અને મેઘગર્જના કઈ રીતે થાય?

ચોમાસામાં વીજળીના ચમકારા અને મેઘગર્જના કઈ રીતે થાય?

Published : 21 July, 2012 07:07 PM | IST |

ચોમાસામાં વીજળીના ચમકારા અને મેઘગર્જના કઈ રીતે થાય?

ચોમાસામાં વીજળીના ચમકારા અને મેઘગર્જના કઈ રીતે થાય?


sky-vioceસાયન્સ પ્લીઝ - જગદીશચંદ્ર ભટ્ટ


ચોમાસામાં પ્રકૃતિ એની સોળેય કળાએ ખીલી ઊઠે. જોકે જે નિસર્ગ આટલું મનોહર છે એનું બીજું સ્વરૂપ ભયાનક અર્નિ રૌદ્ર પણ છે. આ રુદ્ર સ્વરૂપ એટલે વાદળોની ભયાનક અને ડરામણી ગર્જના અને કાન ફાડી નાખે એવા વીજળીના કડાકાભડાકા.



જોકે સામાન્ય માનવી માટે તો વાદળોની ગડગડાટી અને વીજળીના ચમકારા ચોમાસાનો એક કુદરતી ભાગ જ હોય છે. આમ છતાં વાદળોનો ભયાનક ગડગડાટ અને વીજળીના કડાકાભડાકા ફક્ત ચોમાસામાં જ શા માટે થાય છે? અધ્ધર આકાશમાં એવી તે કઈ ગતિવિધિ કે પ્રક્રિયા થાય છે જેનાથી વાદળાં ગર્જના કરે છે અને વીજળીના ડરામણા ચમકારા થાય છે? એના વિશે સામાન્ય માનવીને કોઈ ચોક્કસ જાણકારી નથી હોતી કે પછી આવી અજીબોગરીબ કુદરતી ઘટનાનાં વૈજ્ઞાનિક કારણોની પણ ખબર નથી હોતી.


આજે આપણે વાદળોની ગર્જના અને વીજળીના કડાકાના ભયંકર સ્વરૂપ વિશે થોડીક ટેક્નિકલ છતાં રસપ્રદ જાણકારી મેળવીએ.

વીજળીના કડાકા કઈ રીતે થાય?


નિષ્ણાત અને અનુભવી હવામાનશાસ્ત્રીઓના કહેવા મુજબ હવામાનમાં થતા ચિત્રવિચિત્ર અને જોખમી ફેરફારો માટે જવાબદાર છે આપણો સૂરજ. એટલે કે સૂર્યની ગરમીને કારણે જે-તે વિસ્તારનું વાતાવરણ પણ ગરમ બની જાય. પરિણામે એ વિસ્તારની હવા પણ ગરમ થઈને પાતળી બનીને અધ્ધર આકાશમાં ચડી જાય. જોકે ઉપરના વાતાવરણમાં પહોંચીને એ ગરમ હવા ઠંડી પડી જાય અને એના ભેજમાંથી પાણીનાં અસંખ્ય બિંદુઓ અને બરફના કણો સર્જાય. જળનાં બિંદુઓ અને બરફના કણો ભેગાં થઈને આકાશમાં તરતાં ક્યુમુલોનિમ્બસ (ણૂuૃuશ્રંઁiૃણુus) નામનાં વાદળાંઓમાં ભેગાં થાય. આવાં ક્યુમુલોનિમ્બસ વાદળાંઓ ધરતીથી આકાશમાં ઘણે જ ઊંચે વિશાળ વિસ્તારમાં તરતાં હોય છે. જળનાં બિંદુઓ અને બરફના કણો આ ક્યુમુલોનિમ્બસ વાદળાંઓમાં ભેગાં થઈને ગોળ-ગોળ ઘૂમવા માંડે અને નીચેના સ્તરે ઊતરી આવે. આ જ પ્રક્રિયા દરમ્યાન પાણીનાં બિંદુઓ અને બરફના કણો કુદરતી રીતે જ ચાર્જ થાય. એટલે કે એમાં વિદ્યુત ચુંબકીય અસર પેદા થાય અને પરિણામે એમાં વીજળી પણ ઉત્પન્ન થાય. ઇલેક્ટ્રિક કરન્ટ પેદા થાય એટલે સ્વાભાવિક રીતે જ એમાં ચમકારા પણ થાય.

 બરાબર આ જ તબક્કે બીજી એક પ્રક્રિયા પણ થાય. જે ક્ષણે વીજળીનો સ્પાર્ક થાય એ જ ક્ષણે એમાંથી પેદા થયેલી અખૂટ ઊર્જા પણ વાતાવરણમાં બહાર ફેંકાય. પરિણામે આકાશમાં આજુબાજુની હવા ગરમ બનીને ફૂલી જઈને ચારે તરફ ફેલાઈ જાય અને એમાંથી સર્જાય મોટો વિસ્ફોટ જેને આપણે વાદળાંઓની ભયંકર ગર્જના કહીએ છીએ. વાદળાંઓનો ગડગડાટ અને વીજળીના ચમકારા એ બન્ને પ્રક્રિયા સેકન્ડના હજારોમા ભાગમાં થઈ જાય જેને હવામાનશાસ્ત્રની ભાષામાં થન્ડર સ્ટૉર્મ કહેવાય છે. વળી વીજળીના ચમકારા જેટલી વખત થાય એટલી વખત વાદળાંઓનો ભયાનક ગડગડાટ પણ થયા કરે. ક્યારેક તો વાદળાંઓની આવી ગર્જના ઘણો લાંબો સમય ચાલે અને પરિણામે જે-તે વિસ્તાર આખો ધણધણી ઊઠે. બાળકો, સ્ત્રીઓ અને કાચા કાળજાના લોકો તો જાણે એકસાથે હજારો સિંહો ડણક દેતા હોય એવા ભયાનક ગડગડાટથી રીતસર છળી ઊઠે. પ્રકૃતિની અખૂટ તાકાતનો આ તો નાનોશો નમૂનો કહેવાય.

વાદળાંઓની ગર્જનાનું વિશિષ્ટ વિજ્ઞાન  

આ બન્ને નૈસર્ગિક પ્રક્રિયામાં પણ વિજ્ઞાન સમાયેલું છે. ચોમાસામાં આકાશમાં વીજળી અને વાદળાંઓની ઘરઘરાટી થાય ત્યારે આપણને પહેલાં વીજળીનો ચમકારો દેખાય છે અને પછી વાદળાંઓની ઘરઘરાટી સંભળાય છે. આવું થવાનું કારણ શું? કારણ એ છે કે અવાજની સ્પીડની સરખામણીએ પ્રકાશની ગતિ ઘણી વધુ છે. એટલે કે અવાજ એક સેકન્ડમાં ૩૪૩ મીટરની ગતિએ - ૧૧૨૬

ફૂટ - ગતિ કરે છે. એક કલાકમાં અવાજનાં મોજાં ૧૨૩૬ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે, જ્યારે લાઇટ એક સેકન્ડમાં ત્રણ લાખ કિલોમીટરનું અંતર કાપે છે. આમ સાઉન્ડની સ્પીડ કરતાં લાઇટની સ્પીડ ઘણી વધુ હોવાથી વીજળીનો ચમકારો આપણને પહેલાં દેખાય છે અને વાદળાંઓની ગર્જના થોડા સમય પછી સંભળાય છે.

વીજળીમાં કેટલી શક્તિ હોય છે?

હવામાનશાસ્ત્રીઓ તેમના ગહન સંશોધન અને અભ્યાસના આધારે એમ પણ કહે છે કે ક્યુમુલોનિમ્બસ પ્રકારનાં વાદળાંઓ ધરતીથી સૌથી નજીકના એટલે કે ફક્ત ૧૫ કિલોમીટરના અંતરે હોવાથી ચોમાસા દરમ્યાન એ સૌથી વધુ જોખમી અને નુકસાનકારક બને છે.

હવામાનશાસ્ત્રીઓ એમ પણ કહે છે કે થન્ડર સ્ટૉર્મની અજીબોગરીબ કુદરતી ઘટના તો સમગ્ર વિશ્વમાં દરરોજ લગભગ ૫૦,૦૦૦ વખત થાય છે. પ્રત્યેક ક્ષણે અધ્ધર આકાશમાં રમતાં ઘટાટોપ વાદળાંઓમાંથી વીજળીના આશરે ૧૦૦ કડાકા થતા રહે છે અને આવા એક કડાકામાં લગભગ ૧૦ કરોડ વૉલ્ટ જેટલી અથવા વધુ શક્તિ એટલે કે ઇલેક્ટ્રિસિટી હોય છે. જોકે વીજળીનો એક ચમકારો એકથી બે માઇક્રો સેકન્ડ સુધી જ રહે એટલે એ લગભગ ૫૦ મીટર અથવા ૧૫૦ ફૂટ જેટલા અંતર સુધી દેખાય છે. જોકે કોઈક વખત વીજળીનો કડાકો એટલો શક્તિશાળી હોય કે એનો અનુભવ એકથી બે કિલોમીટર સુધી પણ થાય. હવે જરા કલ્પના કરો કે ચોમાસામાં આકાશમાં પ્રકૃતિનું જે તોફાન થાય છે એમાં કેટલી અખૂટ તાકાત હોય છે અને એ તાકાત કેટલી ભયાનક હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2012 07:07 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK